ન્હાવું દરેક પ્રાણી માટે ખૂબ જ જરૂરી કામ છે અને જ્યારે વાત માણસની આવે તો ન ન્હાવું શરીરના રોગ નોતરે છે. રોજ ન્હાવાથી શરીર રોગમુક્ત રહે છે અને કેટલીક બિમારીઓથી પણ છૂટકારો મળે છે. ન્હાતી વખતે આપણે કેટલીક ભૂલો કરી બેસતા હોઇએ છીએ જેના કારણે આપણા શરીરને નુકસાન પહોંચે છે.

  • ન્હાતી વખતે આ ભૂલો ટાળો
  • સ્કિન ઇન્ફેક્શનની સમસ્યાથી બચો 
  • ભૂલને જલ્દી જ સુધારી લો 

ખોટા સાબૂનો ઉપયોગ 
કેટલાક બેક્ટેરિયા શરીર માટે સારા માનવામાં આવે છે. એન્ટીબેક્ટેરિયલ સાબુ શરીર પરથી દરેક પ્રકારના બેક્ટેરિયાને મારી નાંખે છે જે શરીર માટે સારા હોય છે. આ સિવાય સાબુ શરીરની ત્વચાને શુષ્ક બનાવી દે છે. જો તમારી સ્કીન સંવેદનશીલ છે તો સુગંધિત સાબુથી ન્હાવાનું ટાળો નહીંતો સ્કિન વધારે ખરાબ થઇ શકે છે. 

ગરમ પાણીથી ન્હાવું 
ગરમ પાણીથી ન્હાવું દરેકને ગમતું હોય છે પરંતુ ગરમ પાણીથી ન્હાવાથી ત્વચાના પ્રાકૃતિક તેલ નીકળી જાય છે. જેના કારણે ત્વચા સુકી અને શુષ્ક થઇ જાય છે. બાદમાં સ્કિન ઇન્ફેક્શન જેવી સમસ્યા સર્જાય છે. 

વાળને જલ્દી ધોવા
જો તમારી સ્કાલ્પ ઓયલી નથી તો તમારે રોજ વાળ ધોવા જરૂરી નથી,. રોજ વાળ ધોવાથી વાળ ખરાબ થઇ જાય છે અને વારે ઘડિયે શેમ્પૂ કરવાથી પણ બચો. જો તમે એક્સરસાઇઝ કરો છો, જેના લીધે વાળમાં પસીનો થાય છે તો તમે વાળને જલ્દી ધોઇ નાંખો તેમાં વાંધો નથી. 

મોશ્ચરાઇઝર લગાવવાનો ખોટો સમય
જો તમે નાહ્યાના થોડા સમય બાદ મોશ્ચરાઇઝર લગાવો છો તો તેનો કોઇ જ મતલબ નથી. સ્કિનને મોશ્ચરાઇઝ રાખવા માટે ન્હાયાના તુરંત બાદ લોશન કે કંઇ પણ લગાવો જેથી તેનો ફાયદો થાય. 

આખા શરીરે સાબુનો ઉપયોગ 
શરીરના કેટલાક હિસ્સા એવા છે જ્યાં સાબૂનો ઉપયોગ ન કરવો જ હિતાવહ છે, જેમકે કમર, તળિયા, ચહેરા જેવી જગ્યાઓએ ઓછો સાબૂનો ઉપયોગ કરવો જોઇએ. પ્રાઇવેટ પાર્ટ પર પણ સાબૂનો ઉપયોગ ન કરવો જોઇએ. 

ઘા ઢાંકીને ન્હાવું
જો તમારા શરીર પર નાના મોટા કટ વાગ્યા છે તો ન્હાતા સમયે ઢાંકીને રાખો અને બાદમાં ન્હાઓ. કારણકે ઘા પર પાણી લાગવાથી પાકવાની સમસ્યા થાય છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here