જો તમે હોમ લોન લેવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. HDFC Ltdએ પ્રાઈમ લેન્ડિંગ રેટ્સમાં 10 બેસિસ પોઈન્ટનો કામ મુક્યો છે. હાઉસિંગ ફાઈનાન્સ કંપની HDFCએ સોમવારે આ અંગે જાણકારી આપી હતી. HDFC તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કાપનો લાભ હાલના HDFC રિટેલ હોમ લોન અને બિન હોમ લોન ગ્રાહકોને મળશે. ઉલ્લેખનીય છે કે નવા રેટ્સ આજથી એટલે કે 10 નવેમ્બરથી લાગુ કરવામાં આવશે. આજ પછી ગ્રાહકોને સસ્તી હોમ લોન મળશે.

  • BOB,કેનરા અને યુનિયન બેંકના વ્યાજ દરમાં પણ ઘટાડો
  • નવા રેટ્સ આજથી એટલે કે 10 નવેમ્બરથી લાગુ કરવામાં આવશે
  • આજ પછી ગ્રાહકોને સસ્તી હોમ લોન મળશે

HDFCએ નિવેદન જારી કરી કહ્યું કે તે પોતાના રિટેલ પ્રાઈમ લેન્ડિંગ રેટ્સમાં 10 બેસિસ પોઈન્ટનો કાપ મુક્યો છે. HDFC પોતાના હોમ લોન્સ પર ફ્લોટિંગ રેટ્સને RPLRના આધાર પર નક્કી કરે છે. એટલે કે  RPLR આની બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ છે. HDFCની વેબસાઈટના જણાવ્યાનુંસાર હોમ લોનના વ્યાજ દર 6.90થી શરુ થઈ રહી છે.

બીઓબીના પણ વ્યાજ દરમાં ઘટાડો

આ પહેલા બેન્ક ઓફ બરોડાએ પણ રેપો સાથે જોડાયેલી લોન ઈન્ટ્રેસ્ટ રેટને 7 ટકા ઘટાડ્યા છે. 6.85 ટકા કરી દીધા છે. બેંકના નવા દર એક નવેમ્બર 2020થી અમલમાં મુકાશે.

કેનરા બેંકના વ્યાજ દર ઘટ્યા

સરકારી ક્ષેત્રની કેનરા બેંકે માર્જિનલ કોર્સ્ટ ઓફ લેન્ડિંગ રેટ્સમાં 0.05થી 0.15 ટકા સુધી કાપ મુક્યો હતો. બદલાયેલા દર 7 નવેમ્બરથી અમલમાં મુકવામાં આવશે. બેંક વધુ એક વર્ષના લોન પર MCLRમાં 0.05 ટકાનો કાપ મુક્યો છે. હવે નવા વ્યાજ દર 7.40 ટકાથી ઘટીને 7.35 ટકા થઈ ગયા છે.

યૂનિયન બેંકે પણ સસ્તી કરી હોમ લોન

યુનિયન  બેંક ઓફ ઈન્ડિયાએ પણ હોમ લોન સસ્તી કરી છે. 30 લાખ પર હોમ લોનના વ્યાજ દર પર 0.10 ટકાનો કાપ મુકવામાં આવ્યો છે. જે મહિલાઓ માટે વ્યાજદર 0.15 સસ્તો પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here