બિહારમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવી રહ્યા છે અને નીતીશ કુમાર સાથે ભાજપ લીડ કરી રહ્યા છે, બિહારમાં ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનતી દેખાઈ રહી છે જ્યારે નીતીશની પાર્ટીને ફટકો પડી રહ્યો છે..

  • વલણમાં બિહારમાં NDAને બહુમતથી વધારે બેઠકો 
  • શરૂઆતી રાઉન્ડની મતગણતરી બાદ ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ બેઠકો 
  • ઘણા એગ્ઝિટ પોલમાં તેજસ્વી યાદવને મળી રહી હતી જંગી બહુમતી 

બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં શરૂઆતી વલણમાં તેજસ્વી યાદવ આગળ વધી રહ્યા હતા પરંતુ 11 વાગ્યા સુધીમાં અચાનક જ ભારતીય જનતા પાર્ટીએ લીડ પકડી અને NDA ગઠબંધન બહુમતના આંકડાને પાર કરી ગયું. 

12 વાગ્યા સુધીના પરિણામો : 

JDU+RJD+LJPOTHERSTOTAL
129 100 410 243/243


બિહારમાં મતદાન બાદ ઘણા બધા એગ્ઝિટ પોલમાં તેજસ્વી યાદવને આગળ દર્શાવવામાં આવી રહ્યા હતા જ્યારે એક્સિસ માય ઇન્ડિયાએ તો તેજસ્વીના નેતૃત્વમાં બિહારમાં મહાગઠબંધનને પ્રચંડ બહુમત દર્શાવવામાં આવ્યું હતું પરંતુ આજે જ્યારે પરિણામો આવી રહ્યા છે ત્યારે મોટા ભાગના એક્ઝિટ પોલ ખોટા સાબિત થઇ રહ્યા છે અને NDAએ પહેલા તો જોરદાર ટક્કર આપી અને પછી વલણમાં પણ બહુમતની નજીક પહોંચી ગયું. નોંધનીય છે કે NDA જ્યાં બહુમત મેળવી રહ્યું છે તેમાં મોટો ફાળો ભારતીય જનતા પાર્ટીનો છે કારણ કે નીતીશ કુમારની પાર્ટીની બેઠકોમાં ઘટાડો થયો છે. જોકે એગ્ઝિટ પોલમાં જે શક્યતાઓ દર્શાવવામાં આવી રહી હતી તેનાથી તદ્દન ઊંધા વલણો સામે આવી રહ્યા છે.  

મોટા ભાગના એગ્ઝિટ પોલ : 

AgencyJDU+RJD+LJPOthers
TIMES NOW – CVoter11612012
Republic Jan Ki Baat118-13891-1175-88-14
INDIA TV12598 15
ABP – CVoter102-118104-120 27-50
TV9 BharatVarsh110-120115-1253-510-15
Today’s Chanakya55-65180-190 8-12

વર્ષ 2015માં પણ આ પ્રકારે જ એગ્ઝિટ પોલ ખોટા સાબિત થયા હતા કારણ કે ત્યારે ભાજપના ખાતામાં ઘણી બધી બેઠકો આપવામાં આવી હતી પરંતુ ત્યારે ભાજપનું ધોવાણ થઇ ગયું હતું, આ જ કારણ છે કે આ ચૂંટણીમાં પણ તેજસ્વી યાદવે પોતાના નેતાઓને ધીરજ રાખવા સલાહ આપી હતી.   

નોંધનીય છે કે બિહારમાં એક મોટો વર્ગ એવો છે જેને પ્રાદેશિક ભાષામાં ‘ચુપ્પા વોટર’ કહેવામાં આવે છે, અને આ વખતે પણ આ મતદાતાઓએ જ સૌથી મોટો ભાગ ભજવ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here