દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈમાં જો તમારું ખાતુ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જરુરી છે. બેંકે ગ્રાહકોને એલર્ટ કર્યા છે કે તમારા સોશિયલ મીડિયામાં આવતા કોઈ પણ ફેસ મેસેજના ચક્કરમાં ન પડતા. બેંકે હાલમાં થઈ રહેલી છેતરપિંડીથી લોકોને ચેતવ્યા છે. બેંકે કહ્યું કે બેંકો કોઈ મેસેજ મોકલ્યા નથી. છેતરપિંડી કરનારાઓએ મેસેજ મોકલ્યા છે.

  • આનું ધ્યાન ન રાખ્યુ તો તમારા ખાતું ખાલી થઈ જશે
  • બેંકે કોઈ પણ પર્સનલ ડિટેલ્સ શેર ન કરવા કહ્યું છે
  • ગ્રાહકો આવા સંદેશાઓ પર ધ્યાન ન આપે જે…

SBIએ ટ્વીટમાં ગ્રાહકોને સાવધાન કર્યા છે. SBI કહ્યું છે કે ગ્રાહકોને વિનંતી છે કે તે સોશિયલ મીડિયા પર સતર્ક રહે અને કોઈ પણ ભ્રામક અને નકલી સંદેશો ન આવે. બેંકે કહ્યું કે જો તમે આનું ધ્યાન ન રાખ્યુ તો તમારા ખાતું ખાલી થઈ જશે. આ સાથે ગ્રાહકોને કોઈ પણ પર્સનલ ડિટેલ્સ શેર ન કરવા કહ્યું છે. તમારો એટીએમ પિન, કાર્ડ નંબર, અકાઉન્ટ નંબર અને ઓટીપીને ક્યારેય કોઈને શેર ન કરો.

ઉલ્લેખનીય છે કે આ પહેલા SBIએ પોતાના નામ પર ચાલી રહેલી નકલી વેબસાઈટને લઈને એલર્ટ જાહેર કર્યુ હતુ. બેંકે કહ્યું હતુ કે SBIન ગ્રાહકો આવા સંદેશાઓ પર ધ્યાન ન આપે જે તેમને આ વેબસાઈટ પર પાસવર્ડ અને અકાઉન્ટ સાથે જોડાયેલી જાણકારી અપડેટ કરવાની વાત કરી રહ્યા છે.

SBIના ગ્રાહકો આ રીતે બેલેન્સ ચેક કરી શકો છો

SBIનું બેલેન્સ જાણવા માટે તમારે રજિસ્ટર નંબરથી ટોલ ફ્રી નંબર ‘9223766666’ પર મિસ્ડ કોલ કરો. ત્યારે એસએમએસથી બેલેન્સ જાણવા માટે ‘9223766666’ પર ‘BAL’એસએમએસ મોકલો. આ બાદ પોતાનાં બેલેન્સની જાણકારી મેસેજના માધ્યમથી જાણો. ધ્યાન રહે આ સુવિધા માટે મોબાઈલ નંબર બેંકમાં રજિસ્ટર્ડ હોવો જરુરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here