બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણએ બોલિવૂડમાં ડેબ્યૂ કરવાને 13 વર્ષ પૂરા થયા છે. સોમવારે દીપિકાની ડેબ્યૂ ફિલ્મ ઓમ શાંતિ ઓમએ 13 વર્ષ પૂર્ણ કર્યા. દીપિકાએ આ અચીવમેન્ટને સેલિબ્રેટ કર્યું અને સાથે જ તેણે ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ પર પોતાનું નામ બદલીને શાંતિપ્રિયા કરી દીધું છે. આ ડેબ્યૂ ફિલ્મમાં દીપિકા પાદુકોણનું નામ શાંતિપ્રિયા હતું.

  • દીપિકા પાદુકોણએ બોલિવૂડમાં ડેબ્યૂ કરવાને 13 વર્ષ પૂરા થયા છે
  • દીપિકાએ આ અચીવમેન્ટને સેલિબ્રેટ કર્યું
  • તેણે ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ પર પોતાનું નામ બદલ્યું

એટલું જ નહીં દીપિકાએ પોતાની ડિસ્પ્લે ઈમેજ પણ બદલીને આ ફિલ્મથી પોતાની અને શાહરૂખ ખાનની તસવીર ડિસ્પ્લેમાં મૂકી છે. આ ફિલ્મમાં શાહરૂખ લીડ એક્ટર હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સફળ રહી. આ ખાસ દિવસને યાદ કરતા દીપિકાના ફેન્સે પણ એક્ટ્રેસ પર ખૂબ પ્રેમ અને પ્રસંશાનો વરસાદ કર્યો છે. તેના ફેન્સ અડધી રાતથી સેલિબ્રેટ કરી રહ્યો અને એક કોમન ડિસ્પ્લે પિક્ચર પણ લગાવી રહ્યાં છે. આ ફિલ્મમાં લોકોને દીપિકાની એક્ટિંગ પણ ગમી હતી.

દીપિકાએ ડેબ્યૂ પછી પિકૂ, મસ્તાની, પદ્માવતી, મીનમ્મા જેવા અલગ અલગ અને જબરદસ્ત રોલ પ્લે કરીને સ્ક્રીન પર તેના એક્ટિંગ ટેલેન્ટને સાબિત કર્યું છે. 13 વર્ષોમાં દીપિકાએ એક અભિનેત્રીના રૂપમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. દીપિકા દરેક રોલ માટે તૈયાર રહે છે અને હવે ફેન્સ તેની આગામી ફિલ્મ માટે ઉત્સુક છે. 

દીપિકાએ દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. સાથે જ દીપિકાની પહેલી ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં તેને ઘણાં એવોર્ડ્સ પણ મળ્યા. દીપિકા ટૂંક સમયમાં શકુન બત્રાની અનટાઈટલ્ડ ફિલ્મમાં જોવા મળશે. જેમાં તે સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે સાથે જોવા મળશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here