કોરોના સંકટની સામે આખી દુનિયા લડી રહી છે ત્યારે સોમવારે એક સારા સમાચાર મળી રહ્યા છે. અમેરિકાની ફાર્મા કંપની ફાઈઝર અને જર્મન બાયોટેક ફર્મ બાયોનટેકે મળીને કોરોના વેક્સીન બનાવી છે. કંપનીએ સોમવારે તેની જાહેરાત કરી હતી. કંપનીએ દાવો કર્યો છે તે આ વેક્સીનથી 90 ટકા સુધી કોરોના વાયરસને રોકી શકાય છે. તો જાણો વેક્સીન સાથે જોડાયેલી અન્ય ખાસ 5 વાતો પણ.

  • કોરોના મહામારીમાં આવ્યા સારા સમાચાર
  • જલ્દી જ આવશે કોરોનાની વેક્સીન
  • વેક્સીનથી 90 ટકા સુધી કોરોના વાયરસને રોકી શકાશે

વેક્સીનને માટે શું કહે છે કંપનીનો ડેટા

ફાઈઝરે કહ્યું કે ટેસ્ટિંગમાં કોરોનાના 94 કેસનું મૂલ્યાંકન કરાયું છે. કંપનીએ રસીવાળા વ્યક્તિઓને પ્લેસીબો મેળવવામાં દર્દીઓને 2 ભાગમાં વહેંચ્યા હતા. ફાઈઝરે કહ્યું કે અન્ય ડોઝના 7 દિવસ બાદ વેક્સીન કોરોના વાયરસને રોકવામાં 90 ટકા સફળ સાબિત થઈ છે. પરંતુ  કંપનીએ વિશ્લેષણમાં એ વાતનો ખુલાસો કર્યો નથી કે કેટલા કેસમામં વેક્સીન લગાવી અને કેટલામાં પ્લેસીબો અપાયો. 

28 દિવસ પછી ખતરાથી બહાર હશે દર્દી
ફાઈઝરના આધારે વેક્સીન લગાવ્યાના 28 દિવસ બાદ રોગી ખતરાથી બહાર હશે. આ માટે 8 નવેમ્બરે ટ્રાયલ કરાયું હતું. સમિતિએ કોઈ પણ ગંભીર ચિંતા જણાવી નથી. એવામાં ડેટા પર દુનિયાભરના નિયામક અધિકારીઓ સાથે ચર્ચા કરાશે. 

ક્યારે વેક્સીન પ્રભાવી ગણાશે
ફાઈઝરના પ્રોટોકોલ અનુસાર 32 પરીક્ષણવાળા દર્દીઓના પોઝિટિવ આવ્યા બાદ પહેલું પરીક્ષણ કરાયું. તેમને 2 ભાગમાં વેક્સીન અને પ્લેસીબોની વચ્ચે વહેંચાયા. જો વેક્સીન સમૂહમાં 6થી ઓછા સભ્યોનો ટેસ્ટ પોઝિટિવ આવે તો રસી પ્રભાવી ગણવામાં આવે છે. 

સકારાત્મક રહ્યું કંપનીનું પરિણામ

અંતિમ વિશ્લેશણ માટે 164 કેસની તપાસ કરાઈ હતી. તેને યૂએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા સફળ માનવા મામટે 50 ટકા પ્રભાવકારિતાની જરૂર રહે છે. ફાઈઝરના કેસમાં યૂએસએફડીએની સાથે ચર્ચા બાદ કંપનીના લગભગ 62 કેસમાં પહેલું અંતરિમ વિશ્લેષણ પસંદ કરાશે. ત્યારબાદ આ ગણતરી 94 સુધી પહોંચી છે. ફાઈઝરની પહેલી સમક્ષી મોટા નમૂના પર કરાઈ જેનું પરિણામ સકારાત્મક રહ્યું છે. 

વેક્સીનને લઈને આગળ શું છે કંપનીનો પ્લાન 

વેક્સીનને લઈને ફાઈઝરે કહ્યું કે આ મહિનાના અંત સુધીમાં રસી આવી શકે છે. આ પછી તેઓએ 2 મહિનાનો સુરક્ષા ડેટા એકત્ર કર્યો છે. ફાઈઝરે કહ્યું કે છેલ્લા  ટ્રાયલમાં આકડામાં ફેરફાર આવી શકે છે. 


શું ભારતમાં આવશે ફાઈઝર વેક્સીન
ફાઇઝરે કહ્યું કે કંપનીના 2020માં વિશ્વ સ્તરે 50 મિલિયન અને 2021 સુધી 1.3 બિલિયન વેક્સીનનું ઉત્પાદન કરવાની આશા છે. વર્ષના અંત સુધીમાં કંપની 15-20 મિલિયન લોકો સુધી પહોંચવા માટે વેક્સીન બનાવી લેશે. ફાઈઝરે કહ્યું કે ભારતમાં આ વેક્સીનને લઈને યોજનાઓની જાહેરાત કરી નથી. આા વેક્સીનના સ્ટોરેજ માટે ઠંડી જગ્યાની પસંદગી કરવાની રહેશે. 

 
શું કહે છે એેક્સપર્ટ્સ
એક્સપર્ટ્સનું માનવું છે કે ફાઈઝર અને બાયોએનટેકના પરિણામની રાહ જોવાય છે. લોકો હજુ સાધાની સાથે રહે કેમકે વિશ્લેષણનો આ શરૂઆતનો ડેટા છે. આ સારો સંકેત છે પણ જ્યારે વધુ જાણકારી મળશે ત્યારે જ કોઈ ચોકક્સ ટિપ્પણી કરવામાં આવશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here