કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજનાને ફરીથી શરુ કરવાની તૈયારી કરી રહી છે. મની કન્ટ્રોલના સમાચાર મુજબ આવનારા પ્રોત્સાહન પેકેજમાં કેન્દ્ર સરકારે નવા રોજગાર માટે સબ્સિડીની જાહેરાત કરી શકે છે. આ સબ્સિડી કર્મચારીઓ અને વધારે રોજગાર આપનારી કંરનીઓ માટે 10 ટકા સુધી ભવિષ્ય નિધિના રુપમાં થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ યોજના ગત વર્ષ 31 માર્ચના રોજ બંધ કરી દેવામાં આવે છે. આ યોજનાના નવા સંસ્કરણ હેઠળ સરકાર આવનારા 2 વર્ષ માટે નવા રોજગાર માટે સબ્સિડીની જાહેરાત કરી શકે છે.

  •  2 વર્ષ માટે નવા રોજગાર  માટે સબ્સિડીની જાહેરાત કરી શકે
  •  કર્મચારી પેન્શન યોજના હેઠળ 12 ટકાનું યોગદાન આપે છે
  • EPFO હેઠળ 1 એપ્રિલ 2016 સુધી રજિસ્ટર્ડ છે તેમને લાભ મળે છે

જ્યારે આ સ્કીમ લોન્ચ થઈ હતી ત્યારે જાણકારી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના એક આવી યોજના છે. જે અંતર્ગત સરકારે નવા કર્મચારીના ત્રણ વર્ષ માટે કર્મચારી ભવિષ્ય નિધિ અને કર્મચારી પેન્શન યોજના હેઠળ 12 ટકાનું યોગદાન આપે છે. આ યોગદાન તેમને મળશે જે  EPFO હેઠળ 1 એપ્રિલ 2016 સુધી રજિસ્ટર્ડ છે અને જેનો પગાર 15 હજાર રુપિયા સુધી માસિક છે. આ સંપૂર્ણ સિસ્ટમ ઓનલાઈન છે અને આધાર બેસ્ડ છે.  આ પહેલા આ લાભ ફક્ત  EPS વાળાને મળતા હતા.

સૂત્રોના જણાવ્યાનુંસાર શ્રમ મંત્રાલયના પ્રસ્તાવને અંતિમ રુપ આપવામાં આવ્યું છે અને હાલમાં જ પ્રધાનમંત્રી કાર્યાલય સ્તર પર આના પર ચર્ચા કરવામાં આવી છે. એક સૂત્રએ કહ્યુ કે હવે આ પ્રસ્તાવના આગામી પ્રોત્સાહન પેકેજમાં શામિલ કરવાની સંભાવના છે. સરકાર આવતા 2 વર્ષો માટે સબ્સિડી આપવાનો વિચાર કરી રહી છે.  જો કે આ યોજના આવનારા 6-7 મહિનામાં શરુ થવાની આશા છે. પ્રસ્તાવ અનુસાર આ સબ્સિડી સ્કીમનો લાભ ઉઠાવવા માટે કર્મચારીઓની સેલેરી 15 હજાર પ્રતિ માસથી વધારે ન હોવી જોઈએ.

પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના વેબસાઈટ અનુસાર એક નવા કર્મચારી એ છે જે 1 એપ્રિલ 2016થી પહેલા નિયમિત આધાર પર EPFOમાં રજિસ્ટર્ડ પ્રતિષ્ઠાનમાં કામ નથી કરી રહ્યા. જો નવા કર્મચારીઓની પાસે નવા UAN નથી તો નિયુક્તા દ્વારા  EPFO પોર્ટલના માધ્યમથી આની સુવિધા આપવામાં આવશે. આ યોજનાનો બેવડો લાભ છે. અહીં નિયુક્તાને રોજગારના આધારને વધારવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે અન મોટી સંખ્યામાં શ્રમિકોને રોજગાર મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here