આઈટી ક્ષેત્રની કંપની વિપ્રોના માલિક અઝીમ પ્રેમજીએ દર વર્ષે સમાજસેવાના કાર્યોમાં સૌથી વધારે દાન કર્યુ છે. પ્રેમજીએ નાણા વર્ષ 2020માં દર રોજ 22 કરોડ રુપિયાનું દાન કર્યુ છે. આખા વર્ષમાં તેમણે 7, 904 કરોડનું દાન કર્યુ છે. તે નાણાં વર્ષ 2020માં સૌથી મોટા દાનવીર ભારતીય બનીને ઉભર્યા છે. ડોનેશન આપવાના મામલામાં તેમણે એચસીએલ ટેક્નોલોજીના માલિક શિવ નાડરને પાછળ છોડ્યા છે. અને યાદીમાં સૌથી ઉપર જગ્યા બનાવી છે. દેશમાં મોટા દાનવીરની લિસ્ટમાં હુરુન ઈન્ડિયા અને એડેલગિવ ફાઉન્ડેશનને મળીને બનાવી છે.

  • એચસીએલના શિવ નાડર બીજા નંબર પર છે.
  • 10 કરોડથી વધુંનું દાન આપનારા 78 થયા
  • RIL ચેરમેન મુકેશ અંબાણી ત્રીજા નંબર પર છે

એચસીએલના શિવ નાડર બીજા નંબર પર છે.

અઝિમ પ્રેમજી બાદ બીજા નંબરના દાનવીર એચસીએલ ટેક્નોલોજીના માલિક શિવ નાડરનો નંબર છે. શિવ નાડરે નાણા વર્ષ 2020માં 795 કરોડ રુપિયાનું દાન કર્યુ છે. કેમણે ગત વર્ષમાં 826 કરોડ રુપિયાનું દાન સામાજિક કાર્યો માટે કર્યુ હતું. નાણા વર્ષ2019માં શિવ નાડર દેશના સૌથી મોટા દાનવીર હતા. ત્યારે અજીમ પ્રેમજી 2019માં 426 કરોડનું દાન કર્યુ હતુ.

RIL ચેરમેન મુકેશ અંબાણી ત્રીજા નંબર પર છે

દેશના સૌથી અમિર વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી દાન આપનારા મામલાઓમાં દેશના સૌથી આગળ રહેનારાઓમાંના એક  છે. દાનવીરોની યાદીમાં તે ત્રીજા સ્થાન પર છે તેમણે નાણા વર્ષ 2020માં 458 કરોડનું દાન કર્યો છે.  ગત વર્ષ તેમણે 402 કરોડનું દાન કર્યુ હતુ.  આ યાદીમાં ચૌથા નંબર પર આદિત્ય બિરલા ગ્રુપના કુમાર મંગલમ બિરલા અને 5માં નંબર પર વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ છે.

10 કરોડથી વધુંનું દાન આપનારા 78 થયા

આ વર્ષે કોર્પોરેટ ડોનેશનનો મોટો ભાગ પીએમ કેર ફંડમાં ગયો છે. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ 500 કરોડ અને આદિત્ય બિરલા ગ્રુપે 400 કરોડનું ડોનેશન આપ્યું છે. સાથે ટાટા ગ્રુપના કુલ ડોનેશમાં પીએમ કેર્સ ફંડને આપવામાં આવ્યું છે. ટાટા ગ્રુપના કુલ  500 કરોડના દાનનો સમાવેશ થયો છે. કોરોના સામે લડવા સૌથી વધારે ફંડ 1500 કરોડ ટાટા સન્સે આપ્યું છે. અઝિમ પ્રેમજીએ 1125 કરોડ અને મુકેશ અંબાણીએ 510 કરોડ રુપિયા દાન કર્યા છે. વર્ષમાં 10 કરોડથી વધારે દાન આપનારોઓની સંખ્યા વધીને 78 થઈ ગઈ છે. જે ગત વર્ષ 72 હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here