કોરોના વાયરસની તપાસ માટે ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવેલી ફેલુદા તપાસ કિટ હવે દુનિયાભારમાં ઉપલબ્ધ કરાવવાનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે. પહેલી વાર ભારતમાં શોધાયેલી અને નિર્માણ પામેલી કોરોનાની કિંટ દુનિયાભરના દેશોમાં વપરાશે. આ માટે દર મહિને 10 લાખ કુટની ક્ષમતા સાથે ઉત્પાદન કાર્ય શરુ થઈ ચૂક્યું છે. ડિસેમ્બરમાં આ બજારમાં આવશે.

  • પહેલી વાર કોરોનાની તપાસમાં એઆઈ ટેક્નીકનો ઉપયોગ થશે
  • લાઈસન્સિંગથી માંડી તમામ કામ ફક્ત 100 દિવસમાં પુરુ થયું છે
  • પહેલી વાર ભારતમાં શોધાયેલી અને નિર્માણ પામેલી કોરોનાની કિટ દુનિયા ભરના દેશોમાં વપરાશે

ટાટા સમૂહે સ્વાસ્થ્ય સેવા કંપની ટાટા મેડિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડ (ટાટાએમડી)ના સીઈઓ ગ્રીસ કૃષ્ણમૂર્તીએ જણાવ્યું કે ટાટા એમડી ફલુદા કિટને બનાવવાનું કાર્ય કરી રહી છે. ટાટાએમડી ચેક નામ આપવામાં આવ્યું છે. ક્રિસ્પર કૈસ-9 પ્રૌદ્યોગિકનો ઉપયોગ કરતા સીએસઆઈઆર અને નવી દિલ્હી સ્થિત આઈજીઆઈબીના વૈજ્ઞાનિકોએ આની શોધ કરી છે. આ દુનિયાની પહેલી ક્રિસ્પર કેસ 9 પર આધારિત નૈદાનિક ઉપરકણ છે. જે વિશ્વ સ્તર પર લોન્ચ કરવામાં આવી રહી છે.

સીએસઆઈઆરના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે જણાવ્યું કે કોરોના સાથે જોડાયેલા કાર્યોમાં ઘણી તેજી આવી છે.  આનું ઉદાહરણ ફેલુદા કિટ પણ છે. આના લાયન્સિંગથી લઈને તેના કમર્શિયલ તપાસનું કામ ફક્ત 100 દિવસમાં પુરુ થયું છે.  જલ્દી જ આને દેશના નૈદાનિક કન્દ્રો તથા હોસ્પિટલોના માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પહેલી વાર કોરોનાની તપાસમાં એઆઈ ટેક્નીકનો ઉપયોગ થશે

વરિષ્ઠ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ પ્રયોગશાળામાં કરવામાં આવેલા પરીક્ષણ છે. જેમાં ક્રિસ્પર કૈસ 9 પ્રૌદ્યોગિકનો ઉપયોગ કરવામાં આવે છે. દર્દીઓના સેમ્પલ લેવા અને પછી આરએનએ એક્સટ્રૈક્શન અને એમપ્લીફિકેશન વગેરે પ્રક્રિયા પહેલાની જેમ થાય છે. પરંતુ સરળ, ઓછા ખર્ચે ઉપકરણનો ઉપયોગ કરી શકાય છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે એઆઈ પર આધારિત સ્વચાલિત પદ્ધતિના પરિણામોની જાણકારી મળવાના કારણે આ ઝડપથી પરિણામ આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here