બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ NDAએ ગઠબંધનના પક્ષમાં આવ્યા છે. NDA ગઠબંધનને 125 સીટો પર જીત મળી છે. તો બહુમત માટે જરુરી 122 સીટોથી 3 વધારે છે. ભાજપને 74 અને જેડીયૂને 43 સીટો પર જીત મળી છે. ભાજપ પહેલા જ એ સ્પષ્ટ કરી ચૂકી છે કે સીટો ઓછી આવે તોય નીતિશ કુમાર જ સીએમ બનશે. નીતિશ સતત 4 વાર અને કુલ 7 વાર બિહારના મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળશે. તે રાજ્યોના 37માં મુખ્યમંત્રીના રુપમાં શપથ લેશે.
- NDA ગઠબંધનને 125 સીટો પર જીત મળી છે
- નીતિશ મુખ્યમંત્રી બને છે તો તે સાતમી વાર શપથ લેશે
- રાજ્યના 37માં મુખ્યમંત્રીના રુપમાં શપથ લેશે.
નીતિશ મુખ્યમંત્રી બને છે તો તે સાતમી વાર શપથ લેશે
- સૌથી પહેલી તેઓ 3 માર્ચ 2000 માં મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ બહુમત ન હોવાથી 7 દિવસમાં તેમની સરકાર પડી ગઈ હતી.
- 24 નવેમ્બર 2005માં બીજી વાર તેઓ સીએમ બન્યા
- 26 નવેમ્બર 2010માં તેઓ ત્રીજી વાર મુખ્યમંત્રી બન્યા
- 2014માં મુખ્યમંત્રી પદથી રાજીનામુ આપ્યુ, પરંતુ 22 ફેબ્રુઆરી 2015એ ચોથી વાર મુખ્યમંત્રી બન્યા
- 20 નવેમ્બરે 2015માં 5મી વાર મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા
- એ બાદ આરજેડીનો સાથ છોડ્યો તો ભાજપની સાથે 27 જુલાઈ 2017ના રોજ છઠ્ઠીવાર સીએમ બન્યા

NDAની આ જીતમાં ભાજપનો મહત્વનો ફાળો છે. પરંતુ ભાજપ નીતિશ કુમારને ફરી મુખ્યમંત્રી બનાવવાના નિર્ણય પર સંપૂર્ણ કાયમ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડો. સંજય જાયસવાલે પરિણામ પહેલા આજે ફરિથી વાગોળ્યુ કે નીતિશ કુમાર ફરી સીએમ બનશે. પાર્ટી ચાહે ગમે તેટલી સીટો પર જીતી લેસ વિધાયક દળની બેઠકમાં મુખ્યમંત્રી પદ માટે નીતિશના નામની જ મોહર લગાશે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી દ્વારા ગરીબો માટે કરવામાં આવેલા કામો માટે પીએમ મોદીનો આભાર માન્યો અને તેમને આ જીતનો શ્રેય આપ્યો છે.

નોંધનીય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન નીતિશ કુમાર એ જાહેરાત કરી ચૂક્યા છે કે તેમની આ અંતિમ ચૂંટણી છે. તે પહેલા જ રાજ્યના બીજા સૌથી લાંબા સમયના મુખ્યમંત્રી રહ્યા છે. નીતિશએ અલગ અલરગ કાર્યકાળોમાં 14 વર્ષોથી વધારે સમય સુધી રાજ્યના મુખ્યમંત્રીની ખુરશી સંભાળી છે. એવું પહેલી વાર થયું છે કે તેમને ચૂંટણીમાંથી પોતાની રિટાર્ડમેન્ટની જાહેરાત કરી છે. જો કે તેજસ્વી યાદવે આ ચૂંટણીમાં સૌથી વધારે રેલી કરી પણ મહાગઠબંધન સફળતાથી ઘણું દુર રહ્યું.