રાજ્યમાં શિક્ષણકાર્ય તબક્કાવાર શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં 23 નવેમ્બરથી શિક્ષણકાર્ય તબક્કાવાર શરૂ થશે. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગેની જાહેરાત કરી છે.
રાજ્યમાં સરકારે માધ્યમિક, ઉ.માધ્યમિક અને કોલેજો ખોલવાનો કેબિનેટ મીટિંગ બાદ નિર્ણય કર્યો છે. આગામી 23 નવેમ્બરથી ધો 9 થી 12 અને કોલેજોને શરૂ કરાશે. જ્યારે ધો. 1થી 8નો નિર્ણય આગામી દિવસોમાં કરવામાં આવશે. તમામ ઉંમરના શિક્ષકોએ ફરજિયાત આવવાનું રહેશે તેમ પણ સરકારે જણાવ્યું હતું.
ગુજરાતમાં સ્કૂલો ખોલવાને લઈને મહત્વની વાતો
- 23મી નવેમ્બરથી માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક અને કોલેજમાં શૈક્ષણિક કાર્ય શરૂ
- 23નવેમ્બરથી ધોરણ 9-12ના વર્ગો ભારત સરકારની ગાઈડલાઈન સાથે શરૂ થશે
- મેડિકલ અને પેરામેડિકલ, ગ્રેજ્યુએટ્સ, એન્જિનિયરિંગ, પોલીટેકનિક, ITI શરૂ થશે
- શાળા-કોલેજમાં વિદ્યાર્થીની ગેરહાજરી નહી ગણાય
- વાલીઓની લેખિત મંજૂરી શાળા-કોલેજે લેવાની રહેશે
- ઓનલાઈન શિક્ષણ પણ ચાલૂ રહેશે