અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી 9 નવેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ ગઇ છે, ફિલ્મને ક્રિટીક્સ અને દર્શકોનો મિક્સ રિસપોન્સ મળ્યો છે. અક્ષયના પફોર્મન્સને બધા જ લોકોએ વખાણ્યુ છે.

  • લક્ષ્મીએ તોડ્યો આ રેકોર્ડ 
  • સુશાંતની ફિલ્મને છોડી પાછળ 
  • લક્ષ્મી કમાલ કરી શકી નહી 

દિવાળીની તહેવાર વખતે લક્ષ્મીને રિલીઝ કરવામાં આવી અને લક્ષ્મી તેનું કામ કરી ગઇ. ફિલ્મે વ્યૂઅરશીપના દરેક રેકોર્ડ તોડી નાંખ્યા છે, આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર સૌથી વધારે વાર જોવામાં આવી છે. 

કહેવામાં આવી રહ્યું છે કે અક્ષયની ફિલ્મે સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાને પણ પાછળ છોડી દીધી છે. કહેવામાં આવી રહ્યું હતુ કે દિલ બેચારાના રેકોર્ડ લાંબા સમય સુધી નહી ટૂટી શકે પરંતુ લક્ષ્મીએ તે રેકોર્ડ પણ તોડી નાંખ્યો છે, 

ડિઝ્ની પ્લસ હોટસ્ટારે પોતે જ સોશ્યલ મિડીયા પર આ વાતનું એલાન કર્યુ છે કે લક્ષ્મીએ રિલીઝના થોડા જ કલાકોમાં બધા જ રેકોર્ડ તોડી નાંખ્યા છે, વ્યૂઅરશીપના મામલામાં નવો ઇતિહાસ રચી દીધો છે. 

રિલીઝ પહેલા કહેવામાં આવી રહ્યું હતુ કે અક્ષયની આ ફિલ્મને દર્શકોનો ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડશે પરંતુ ફિલ્મ એટલો કમાલ કરી શકી નહી પરંતુ ફેન્સની ઉત્સુકતાએ ફિલ્મને ઘણો ફાયદો પહોંચાડી દીધો છે. 

મહત્વનું છે કે, હાલમાં જ થયેલા મોટા વિવાદના કારણે ફિલ્મનું નામ બદલી દેવામાં આવ્યું હતું પરંતુ લોકોને હજુ પણ ફિલ્મના નામથી નારાજગી છે. ટ્વિટર પર નેટિઝન્સ હવે ફિલ્મને જ બૅન કરી દેવાની માગ કરી રહ્યાં છે. પહેલા કહેવામાં આવ્યું કે ફિલ્મના આ પ્રકારના નામથી હિન્દુઓની લાગણીઓ દુભાઇ રહી છે. બાદમાં હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ લવ-જેહાદને સપોર્ટ કરી રહી છે. 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here