વાળની ચોરી (Thief)નો એક વિચિત્ર કિસ્સો ભરૂચ (Bharuch)ના ઇખર ગામે સામે આવ્યો હતો. જેમા ગામના કબ્રસ્તાન (Cemetery)માં મહિલાઓની કબરમાંથી મૃત શરીરથી માથાના વાળ કાપી લઇ તેની ચોરી કરતી હોવાની અફવાહ (Rumors of Hair Theft) પગલે ત્રણ લોકોને ગ્રામજનોએ ઝડપી પાડ્યા હતા. સ્થાનિકોએ 2 સગીર સહિત ત્રણને મેથીપાક આપી પોલીસના હવાલે કરતાં પોલીસે અરજીના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તમને જણાવી દઇએ કે, ઇખર ગામના કબ્રસ્તાનમાં થોડા દિવસથી કબરોને નુકસાન કરવામાં આવી રહ્યું હતું. દરમિયાનમાં બે-એક દિવસ પહેલાં ઇખરના કબ્રસ્તાનમાંથી ભાગતાં ત્રણ શખ્સો પૈકીના બે સગીરને ઝડપી પાડ્યાં હતાં. ગ્રામજનો અનુસાર આ શખ્સો કબરના માથાના ભાગે નાનું કાણું પાડી દોરી અને તારથી ખાડામાંથી મહિલાઓના વાળ ખેંચી લઇ તેને કાપી લઇ ચોરી કરી જતાં હોવાની કબુલાત તેમણે કરી હતી. ગ્રામજનોએ વ્યક્ત કરી સોશિયલ મિડિયા પર ઓડિયો મેસેજ વાયરલ કર્યાં હતાં.

જોકે હવે આમોદના ઇખર ગામે કબરમાંથી મહિલાના મૃતદેહના વાળ કાપી વેચાઈ રહ્યા હોવાની વાત મુદ્દે પોલીસ દ્વારા સમગ્ર મામલામાં ખુલાસો કરવામાં આવ્યો છે. પોલીસ અનુસાર હજુ સુધી આવી કોઈ ઘટના સામે આવી નથી. જોકે આ દરમિયાન ઝડપાયેલા લોકોએ પ્રાથમિક પુછપરછ કરતાં તેઓએ ઇખરના કબ્રસ્તાનમાં માત્ર એક જ કબરને નુકસાન કર્યું હોવાનું કબુલ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here