ગઈ કાલે મુંબઈ ઇન્ડિયન્સે પાંચમી વાર ટ્રોફી પોતાના નામે કરી. મુંબઈને આ જીતથી અધધ રૂ. 20 કરોડની ઇનામી રકમ મળી, જ્યારે રનરઅપ દિલ્હીને 12.5 કરોડ રૂપિયા મળ્યા. ક્વોલિફાયરમાં પહોંચનારી અન્ય બે ટીમ- સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને પણ 8.75-8.75 કરોડની મોટી રકમ મળી.
- IPL 2020ના ઍવોર્ડ્સ
- ગેમ ચેન્જર ઓફ મેચ તરીકે રોહિત શર્મા
- પાવર પ્લેયર ઓફ ધ મેચને એક લાખ રૂપિયા

આ ઉપરાંત ફાઇનલમાં મેન ઓફ ધ મેચ બનવા બદલ ટ્રેન્ટ બોલ્ટ (30 રનમાં ત્રણ વિકેટ)ને પાંચ લાખ રૂપિયા, ગેમ ચેન્જર ઓફ મેચ તરીકે રોહિત શર્મા (51 બોલમાં 68 રન)ને એક લાખ, સુપર સ્ટ્રાઇકર ઓફ ધ મેચ તરીકે ઈશાન કિશન (19 બોલમાં 33 રન)ને એક લાખ રૂપિયા, લેટ્સ ક્રેક ઇટ સિક્સ માટે રોહિત શર્મા (ચાર છગ્ગા)ને એક લાખ રૂપિયા, પાવર પ્લેયર ઓફ ધ મેચ માટે ટ્રેન્ટ બોલ્ટ (30 રનમાં ત્રણ વિકેટ)ને એક લાખ રૂપિયાની રકમ મળી.

એવોર્ડ | વિજેતા | રૂપિયા |
ચેમ્પિયન | મુંબઈ | 20 કરોડ |
રનર અપ | દિલ્હી | 12.5 કરોડ |
લૂઝિંગ ક્વોલિફાયર | SRH | 8.75 |
લૂઝિંગ ક્વોલિફાયર | RCB | 8.75 |
પર્પલ કેપ | કાગિસો રબાડા | 10 લાખ |
ઓરેન્જ કેપ | કેએલ રાહુલ | 10 લાખ |
ઇમર્જિંગ પ્લેયર | દેવદત્ત પડિક્કલ | 10 લાખ |
મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર | જોફ્રા આર્ચર | 10 લાખ |
ગેમ ચેન્જર ઓફ ધ સિઝન | કેએલ રાહુલ | 10 લાખ |
સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સિઝન | કિરોન પોલાર્ડ | 10 લાખ |
સૌથી વધુ છગ્ગા | ઈશાન કિશન | 10 લાખ |
પાવર પ્લેયર ઓફ ધ સિઝન | ટ્રેન્ટ બોલ્ટ | 10 લાખ |