તણાવ તેમજ સતત સ્ટ્રેસના કારણે લોકો ડાયાબિટીસના રોગમાં સપડાઇ જાય છે. ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા દવાઓનું સેવન કરવું પડે છે. અને દવાઓનાં વધારે પડતાં સેવનથી આડઅસર પણ થાય છે. કાચાં કેળાં એન્ટી-ઓક્સિડેંટ્સ અને સ્ટાર્ચથી ભરપૂર હોય છે. તે વજન ઓછું કરવા, કબજિયાતથી છુટકારો મેળવવા, ભૂખ વધારવા અને ડાયાબિટીસને નિયત્રંણમાં લાવવા માટે ફાયદાકારક સાબિત થાય છે.

કાચાં કેળાં રોગપ્રતિકાર શક્તિ વધારવામાં મદદરૂપ બને છે, કાચાં કેળાં શરીરને ઊર્જા પૂરી પાડે  છે. કાચાં કેળાં શાક, વેફર કે પછી ભજિયાં બનાવવામાં કામ આવે છે. કાચાં કેળાંનું નિયમિત સેવન કરવાથી પણ અનેક ફાયદા થાય છે. બોડી બિલ્ડિંગ કરતા લોકો મસલ્સ વધારવા માટે દરરોજ એક પાકેલું કેળું ખાતા હોય છે. 

• હાડકાં મજબૂત બને
 કાચાં કેળાંમાં વિટામિન, મેગ્નેશિયમ અને કેલ્શિયમની પર્યાપ્ત માત્રા હોવાને કારણે તે હાડકાંને મજબૂત બનાવવા, અને સાંધાના દુ:ખાવાથી છુટકારો મેળવવા માટે મદદગાર સાબિત થાય છે.

• ભૂખને નિયંત્રિત કરવા માટે
 વધારે માત્રામાં ભૂખ લાગતી હોય તો તે મોટાપાનું કારણ બની શકે છે. કાચાં કેળાંમાં ફાઇબર્સ હોય છે. આના સિવાય બીજાં એવાં ઘણાં પોષક તત્વો પણ હોય છે, જે ભૂખને નિયત્રિત રાખવામાં કામ કરે છે. 
• ડાયાબિટીસમાં ઉપયોગી
 કોઇને ડાયાબિટીસની સમસ્યા છે, અને હમણાં એની શરૂઆત જ થઈ છે, તો કાચાં કેળાં ખાવાનું શરૂ કરી દેવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવી શકે છે.

• કબજિયાતમાં રાહત આપે
 કેળામાં ફાયબર ભરપૂર માત્રામાં હોય છે, અને તેમાં હેલ્ધી સ્ટાર્ચ પણ જોવા મળે છે. તે આંતરડામાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિને જામવા નથી દેતો. કબજિયાતની સમસ્યા હોય કાચાં કેળાં ખાવાં જોઈએ. 

• મૂડ સારો કરવા માટે 
કાચાં કેળાંમાં એમિનો એસિડ હોય છે, જે મગજમાં થનાર રાસાયણિક પરિવર્તને સંતુલિત કરવાનું કામ કરે છે. આનાથી મૂડમાં વારંવાર થનારા પરિવર્તન નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

• વજન ઓછું કરવા માટે 
ભૂખને નિયંત્રિત કરવાં વાળાં આ કાચાં કેળાં વજન ઘટાડવા માંગતા લોકો માટે ખૂબ ફાયદાકારક છે. અનાવશ્યક ફેટ સેલ્સ અને અશુદ્ધિઓને સાફ કરવામાં કાચાં કેળાં મદદ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here