ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીનો કહેર હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના રાજકોટમાંથી કોરોનાને લઇને માઠા સમાચાર આવી રહ્યાં છે. શહેરની બજારોમાં લોકોની ભીડ વધતાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં છેલ્લા 2 દિવસની અંદર 10થી વધારે કોરોનાથી પીડિત દર્દીઓના મૃત્યું થયા હોવાનું સામે આવ્યું છે.

  • રાજકોટમાં ફરી કોરોનાએ માથુ ઉંચક્યું
  • 3 હજાર 174 ટેસ્ટ, 86 કોરોના પોઝિટીવ
  • બજારમાં લોકોની ભીડ વધતાં કોરોના સંક્રમણ વધ્યું

રાજકોટ શહેરમાં કોરોના વાયરસે ફરી માથુ ઉંચક્યું હોવાનું જોવા મળી રહ્યું છે. એક તરફ શહેરમાં દિવાળીના તહેવારને લઇને બજારમાં ભીડ જોવા મળી રહી છે. ત્યારે બજારોમાં ઉમટતા લોકોના કારણે કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 
 

પ્રાપ્ત મળતી વિગત અનુસાર શહેરમાં 3,174 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં 86 દર્દીઓ સંક્રમિત જોવા મળ્યાં. શહેરના 5 પોશ વિસ્તાર સહિત 6 સ્થળોને માઇક્રો કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં સામેલ કરવામાં આવ્યાં છે. જ્યારે શહેરમાં કોરોના સામે રિકવરી રેટ 93.07 ટકાએ પહોંચ્યો છે. 
 

શહેરમાં ફરી કોરોના વકરતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 દિવસની અંદર 10થી વધારે દર્દીઓનાં મૃત્યું થયા હોવાના આંકડા સામે આવ્યાં છે. જ્યારે છેલ્લા એક અઠવાડિયામાં 300થી વધુ કેસ સામે આવ્યાં છે. જેમાં હાલ 260 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શહેરમાં દિવાળીના તહેવારોના કારણે લોકોની ભીડ જોવા મળી રહી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here