બિહાર (Bihar)માં ફરી એકવખત નીતીશકુમાર (NitishKumar)જ મુખ્યમંત્રી (Chief Minister) બનવા જઇ રહ્યા છે. વિધાનસભા ચૂંટણી (Assembly Election)માં NDAને સ્પષ્ટ બહુમતી મળી છે. હવે નીતીશકુમાર દિવાળી (Diwali) બાદ ફરી એકવખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. સૂત્રોનું માનીએ તો 16 નવેમ્બરના રોજ શપથ ગ્રહણ સમારંભ યોજાઇ શકે છે.

નીતીશ કુમાર આ વખતે સાતમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સૌથી પહેલાં 2000ની સાલમાં તેઓ મુખ્યમંત્રી બન્યા હતા અને ત્યારથી અત્યાર સુધી અલગ-અલગ મોકા પર તેઓ શપથ લઇ ચૂકયા છે.

પીએમ મોદીએ બંધ કર્યું અટકળોનું બજાર

ચૂંટણી પરિણામોમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી (BJP) એનડીએ મોટો ભાઇ બની છે. એવામાં સતત ભાજપના કેટલાંક નેતા એવી માંગણી કરી રહ્યા હતા કે આ વખતે મુખ્યમંત્રી ભાજપનો જ બનવો જોઇએ. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ બુધવાર સાંજે ભાજપ મુખ્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા સ્પષ્ટતા કરી દીધી કે બિહારમાં નીતીશ કુમારના નેતૃત્વમાં એનડીએની જ સરકાર બનશે.

નીતીશે માન્યો પીએમ મોદીનો આભાર

બુધવાર મોડી સાંજે નીતીશ કુમારની તરફથી ચૂંટણી પરિણામો પર પહેલી પ્રતિક્રિયા આપી. તેમણે લખ્યું કે જનતા માલિક છે અને તેમણે એનડીએને પૂર્વ બહુમતી આપી છે. નીતીશ કુમારે તેની સાથે જ લખ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચૂંટણી દરમ્યાન સહયોગ માટે આભાર.

ઉલ્લેખનીય છે કે આ વખતે બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને કુલ 125 સીટો મળી છે. તેમાંથી 74 ભાજપાને, 43 JDU , 4 હમ અને 4 VIPને સીટો મળી છે. તો તેજસ્વીના નેતૃત્વવાળા મહાગઠબંધન માત્ર 110 પર થોભી ગયું. આવું છેલ્લાં બે દાયકા બાદ થયું છે જ્યારે એનડીએમાં સાથે રહેતા ભાજપની સીટો JDU કરતાં વધુ હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here