કોરોના વાયરસ (Corona Virus)ના પગલે હાલ ઘણા સમયથી ફિલ્મો અને બોલિવૂડ (Bollywood) પર બ્રેક લાગી હતી. જે હવે ધીરે ધીરે ફરી પાટા પર આવ્યું છે. ત્યારે કેટલાક અભિનેતાઓ પોતાની ફિલ્મોને લઈને કાર્યરત થઈ રહ્યા છે. ઋત્વિક રોશન (Hrithik Roshan)ની અભિનય ક્ષમતાથી સહુ કોઇ વાકેફ છે. ગ્રીક ગોડ લુક્સ સાથે સાથે ઋત્વિક પોતાની પરફેક્ટ અને શાનદાર ડાન્સ (Dance) માટે પણ એક આગવી ઓળખ બનાવી છે.

ઋત્વિકે હાલમાં એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, એક અભિનેતા તરીકે મેં હંમેશા ધ્યાન રાખ્યું છે કે, પાછલી ફિલ્મોની પ્રશંસાઓ પર ભરોસો કરવો નહીં. હું દરેક ફિલ્મને મારી પ્રથમ ફિલ્મ સમજીને જ કામ કરું છું તેમજ એક વિદ્યાર્થીની માફક તેના પર કામ કરું છું. એટલું જ નહીં મને હંમેશા કંઇક નવું કરવાનું મન થતું હોય છે. હું મારા પાત્રોની પસંદગી પણ વિવિધતાને ધ્યાનમાં રાખીને કરું છું.

ઋત્વિક હવે હોલીવૂડ (Hollywood) ભણી પણ પ્રયાસ કરી રહ્યો છે. તેણે આંતરરાષ્ટ્રિય એજન્સી સાથે હાથ મેળવ્યા છે અને તાજેતરમાં તેણે હોલીવૂડ(Hollywood) ની એક ફિલ્મ માટે પોતાના ઘરમાંથી ઓડિશન પણ આપ્યું હતું. બોલિવૂડ (Bollywood)માં ઘણી મહત્વની અને શાનદાર ફિલ્મો કરી છે. જેમાં સુપર 30 (Super 30) હોય કે પછી ક્રિશ હોય, કાબિલ હોય કે અગ્નિપથ હોય. અનેક હિટ ફિલ્મો અને પોતાના ડાન્સ અને જોરદાર એક્ટિંગના પગલે લોકોના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here