અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાયડન ભલે જીત્યા હોય પણ ડોનાલ્ડ ટ્રમ્પ હાર માનવા તૈયાર નથી. તેણે ચૂંટણીમાં ઘોટાળો થયો હોવાનો દાવો કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર બાયડનની જીત પર સવાલ કર્યા છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે ટ્રમ્પ અમેરિકાની સત્તા પર કબ્જો કરવાની તૈયારી કરી રહ્યા છે.

  • ટ્રમ્પ હાર નથી સ્વીકારતા તો તેમને કાઢી મુકવામાં આવી શકે 
  •  ટ્રમ્પ પ્રશાસન પોતાનો બીજો કાર્યકાલ જલ્દી શરુ કરશે- પોમ્પિયો
  • સતર્ક રહો આ સત્તાપલટનો પ્રયાસ છે- મેરી ટ્ર્મ્પ

ભારતના એક અંગ્રેજી અખબરા મુજબ આ જ કારણ છે કે ટ્રમ્પ પ્રશાસન તરફથી રક્ષા વિભાગમાં મોટા પાસે પરિવર્તન કરી રહ્યા છે. સમાચાર છે કે ટ્રમ્પ પ્રશાસને પેંટાગનના સૌથી વરિષ્ઠ અધિકારીઓને હટાવવાનું શરુ કરી દીધું છે તેની જગ્યાએ તેમણે પોતાના વફાદારોને જગ્યા આપી છે. આ અધિકારીઓને  હટાવતા પહેલા ટ્રમ્પે પ્રશાસનના ડિફેન્સ સેક્રેટરી (રક્ષા મંત્રી) માર્ક એસ્પરને પદ પરથી હટાવ્યા હતા. પેન્ટાગોનમાં જે રીતે પરિવર્તન થઈ રહ્યા છે તેનાથી સૈન્ય અને અસૈન્ય અધિકારીઓમાં ચિંતા વધી છે. એસ્પર ઉપરાંત વરિષ્ઠ સેન્યના 4 અધિકારીઓની હકાલપટ્ટી કરી છે.

એક તરફ બાયડને જીત સાથે સત્તા પરિવર્તનની યોજના બનાવી છે ત્યારે બીજી તરપ ટ્રમ્પ હાર માનવા તૈયાર નથી. આ દરમિયાન અમેરિકાના હાલના વિદેશ મંત્રી પોમ્પિયોએ કહ્યું કે સત્તાનું હસ્તાંતરણ શાંતિપૂર્ણ રીતે કરવામાં આવશે અને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન પોતાનો બીજો કાર્યકાલ જલ્દી શરુ કરશે.

અમેરિકામાં સત્તાપલટની આહટનો અંદાજ એનાથી લગાવી શકાય છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભત્રીજી મેરી ટ્રમ્પે ટ્વીટ કરતા કહ્યું કે ચૂંટણીમાં જો બાયડન યોગ્ય અને નિર્ણાયક રીતે જીત્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની જીત બતાવવા માટે કેટલું જુઠ્ઠુ બોલ્યા અથવા સ્પિન કર્યા પરંતુ હવે ચૂંટણીના પરિણામ બદલી ન શકાય પણ સતર્ક રહો આ સત્તાપલટનો પ્રયાસ છે. ઉલ્લેખનીય છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ હાર નથી સ્વીકારતા તો તેમને કાઢી મુકવામાં આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here