• થોડા દિવસ અગાઉ સીઆઈડીની ટીમે બાબુ શેખનો મૃતદેહ શોધવા આખી કેનાલ ખાલી કરાવી હતી.
  • એફએસએલના રિપોર્ટ બાદ જ આ કંકાલ બાબુ શેખના છે કે નહિ તે સ્પષ્ટ થશે

વડોદરા :દશેરાના દિવસે વડોદરા પાસેની પંચવટી કેનાલમાં એક માતા અને પુત્રીનો પગ લપસ્યો હતો અને બંનેના કેનાલમાં ગરવાક થઈને મૃત્યુ થયા હતા. ત્યારે આ ત્યારે પુત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ આજે માતાનો મૃતદેહ કેનાલ પર તરી આવ્યો હતો. ત્યારે ફાયર બ્રિગેડની ટીમ મૃતદેહ કાઢવા માટે કેનાલમાં ઉતરી હતી, ત્યારે આ દરમિયાન માનવ અવશેષ ભરેલો થેલો મળી આવ્યો છે. આ માનવ અવશેષ વડોદરા પોલીસ જેને શોધી રહી છે તે બાબુ શેખના હોવાની આશંકા છે. થોડા દિવસ અગાઉ સીઆઈડીની ટીમે બાબુ શેખનો મૃતદેહ શોધવા આખી કેનાલ ખાલી કરાવી હતી. 

આજે પંચવટી કેનાલમાંથી ફાયર બ્રિગેડની ટીમને માનવ અવશેષો મળી આવ્યા છે. ફાયર બ્રિગેડની કામગીરી દરમિયાન ટીમને પોટલામાં ભરેલા માનવ અવશેષો મળ્યા છે. ત્યારે આ માનવ અવશેષો બાબુ શેખના હોવાની આશંકા છે. ત્યારે પોટલુ ભરીને માનવ અવશેષો મળતા ચકચાર મળી છે, અને પોલીસ પણ દોડતી થઈ છે. જોકે, એફએસએલના રિપોર્ટ બાદ જ આ કંકાલ બાબુ શેખના છે કે નહિ તે સ્પષ્ટ થશે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

સીઆઈડીની ટીમે લાશ શોધવા કેનાલ ખાલી કરાવી હતી 
ઉલ્લેખનીય છે કે, વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં બહુચર્ચિત શેખ બાબુની હત્યાનો મામલો વધુ ગરમાયો છે. ગાંધીનગર અને વડોદરા સીઆઈડી ક્રાઈમ (CID crime) ની ટીમની તપાસ છાણી કેનાલ સુધી પહોંચી છે. થોડા દિવસો અગાઉ સીઆઈડી ક્રાઈમની ટીમ કેનાલ ખાલી કરાવી હતી. સીઆઈડી શેખ બાબુના મૃતદેહને કેનાલમાં શોધી રહી છે. શેખ બાબુની હત્યા (Sheikh Babu Murder) કરી લાશ કેનાલમાં નાખી દીધી હોવાની માહિતી ટીમને મળી હતી. ફતેગંજ પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ, પીએસઆઈ સહિત 6 પોલીસકર્મીઓ બાબુ શેખની હત્યામાં સામેલ છે. છાણીની નર્મદા કેનાલમાં 9 કિલોમીટર સુધી તપાસ કરાઈ હતી. જોકે, સીઆઈડીની ટીમને હજી સુધી લાશનો પત્તો નથી લાગ્યો. આ શોધખોળમાં વડોદરાના અનેક વિસ્તારોને પાણી કાપનો પણ સામનો કરવો પડ્યો હતો. 

વડોદરા : 9 કિમીની નર્મદા કેનાલમાં બાબુ શેખની લાશ શોધવા આકાશપાતાળ એક કરે છે CID ક્રાઈમ

શું હતો ઘટનાક્રમ
ગત 10 ડિસેમ્બર, 2019ના રોજ ચોરીના ગુનામાં બાબુ શેખની ધરપકડ ફતેગંજ પોલીસ સ્ટેશન દ્વારા કરાઈ હતી. ત્યારે બાબુ શેખને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેના બાદ બાબુ શેખનુ પોલીસ કસ્ટડીમાં મોત નિપજ્યું છે. ત્યારે પોલીસ સ્ટેશનના તત્કાલિન PI, PSI અને 4 LRD એ મળીને બાબુ શેખની લાશને સગેવગે કરી દીધી હતી. જેના બાદ ફરિયાદ દાખલ થતા તત્કાલિન PI ધર્મેન્દ્રસિંહ ગોહિલ, PSI દશરથ રબારી, 4 કોન્સ્ટેબલ પંકજ, યોગેન્દ્રસિંહ, રાજેશ અને હિતેશ સામે હત્યાનો ગુનો દાખલ થતાં તમામ આરોપી ફરાર થઇ ગયા હતા. પરંતુ મીડિયામાં સમાચાર વહેતા થતા CID ક્રાઇમને તપાસ સોંપાઈ હતી, અને ગણતરીના દિવસોમાં જ 6 આરોપી પોલીસકર્મી હાજર થયા હતા.

આ કેસમાં 6 આરોપી પોલીસકર્મીઓ હાલ જેલમાં બંધ છે. જોકે, બાબુ શેખની હત્યા કરાયેલી લાશ ક્યાં ફેકાઈ છે તે હજી તેઓએ કોઈ માહિતી આપી નથી. સીઆઈડી ક્રાઈમની ટીમ કેનાલમાં શેખ બાબુની લાશની શોધખોળ કરી રહી છે. CID ક્રાઇમે વડોદરા ફાયરબ્રિગેડની ટીમને આ કામ માટે સાથે રાખી છે. સૌથી પહેલા તો કેનાલ ખાલી કરાવાઈ છે. તેના બાદ કેનાલમાં જેસીબી મશીન અને જરૂરી સાધનો વડે શેખ બાબુનો મૃતદેહ શોધવાની દિશામાં કાર્યવાહી શરૂ કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here