ખુજલીની સમસ્યા કોઈને પણ થઈ શકે છે. બોડીના ગમે તે પાર્ટ પર ખુજલી આવી શકે છે. જે કોઈ વ્યક્તિને ખુજલીની સમસ્યા થતી હોય તેને સ્કિન પર ચકામા, રેશિઝ કે અન્ય ઘણી બધી સમસ્યાઓ થવા લાગે છે. જો લાંબા સમય સુધી ખુજલીની સમસ્યા રહે તો ચિંતાની વાત છે. આવી સમસ્યાઓને ઈગ્નોર ન કરવી જોઈએ કારણ કે ખુજલી કેટલીક ગંભીર બીમારીઓનો સંકેત હોઈ શકે છે. તો ચાલો જાણી લો.

  • આવા કારણોથી બોડીમાં સતત આવે છે ખુજલી
  • સ્કિન પર ચકામા, રેશિઝ કે અન્ય ઘણી બધી સમસ્યાઓ થવા લાગે છે
  • આવી સમસ્યાઓને ઈગ્નોર ન કરવી જોઈએ

એલર્જી

કેટલીક ખાવાપીવાની વસ્તુઓ, દવાઓ કે પછી સિઝન અને પ્રદૂષણથી એલર્જી થાય છે. જેના કારણે ખુજલીની સમસ્યા થઈ શકે છે.

ઈન્ફેક્શન

પરસેવો, ભેજથી ફંગલ કે બેક્ટેરિયલ ઈન્ફેક્શનને કારણે બોડીમાં ખુજલી થવા લાગે છે.

હોર્મોનલ ચેન્જ

હોર્મોનલ ચેન્જને કારણે સ્કિન ડ્રાય થઈ જાય છે અને તેના કારણે ખુજલી આવવા લાગે છે.

પેરાસાઈટ્સ

પેટમાં થતાં કૃમિ, જૂ જેવા પરજીવી લોહી ચૂસે છે. જેના કારણે સ્કિનમાં રિએક્શન થાય છે અને ખુજલી આવવા લાગે છે.

ડિહાઈડ્રેશન

શરીરમાં પાણીની કમીને કારણે સ્કિન ડ્રાય થઈ જાય છે. જેના કારણે ખુજલી આવે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here