દેશની પાકિસ્તાન (Pakistan) ને જોડતી પશ્ચિમી સરહદે ભુજ તાલુકાના ધોરડો (Dhordo) ખાતે ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah) ત્રણ જિલ્લાના સરહદી ગામોના સરપંચો સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદમાં અમિત શાહે કહ્યું કે, મા આશાપુરાના આશીર્વાદથી સીમા સુરક્ષિત છે. ઘણા સમય પછી ભુજ આવ્યો છું. કચ્છ (Kutch)નું નવુ સ્વરૂપ જોઈ બહુ સંતોષ થયો. સંપૂર્ણ યશ PM મોદીને જાય છે. પહેલાં ભુજ (Bhuj) પનિસમેન્ટ પોસ્ટિંગ માટે ઓળખાતું હતું. આજે ભુજમાં પોસ્ટિંગ મેળવવા લાઈન લાગે છે. દેશની બધી સીમા પર વિકાસ ઉત્સવ થશે.

આ ઉપરાંત ગૃહમંત્રી (Home Minister) એ કહ્યું કે, સીમાવર્તી ગામના નાગરિકોને તમામ સુવિધા મળશે. વિકાસ થવાથી સીમા સુરક્ષિત બની છે. દેશના જવાનો દુશ્મનોને જડબાતોડ જવાબ આપે છે. એટલું જ નહીં દુશ્મનોના ઘરમાં ઘૂસીને મારે છે. સરહદ પર દરેક નાગરિકમાં જાગૃતિ જરૂરી છે. બીએસએફના જવાનો પણ દુનિયાની સૌથી મોટી તાકાત સામે આંખોમાં આંખો નાખીને છાતી કાઢીને જવાબ આપવા સક્ષમ છે.

અમિત શાહે કહ્યું કે, 50 વર્ષમાં સીમાઓ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ જેટલું નથી થયું તેટલું નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની સરકારે 6 વર્ષની અંદર કામ કરીને સીમાઓને સુરક્ષિત કરવાની જવાબદારી ખુબ સારી રીતે નિભાવી છે. 2008થી 2014 સુધી સીમાઓ પર રોડના રિસરફેસિંગની ઝડપ 17 કિમી હતી અને 2014થી 2020 સુધી 170 કિમીથી વધારીને 480 કિમી સુધી પહોંચાડવાનું કામ કર્યું છે.

ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે મોડી રાત્રે ભુજ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. તેમણે સર્કિટ હાઉસ ઉમેદભવન ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. આજે સવારે તેઓ ગુરુવારે સવારે ઉમેદભવનથી ભુજ એરપોર્ટ પહોંચી ત્યાંથી હેલિકોપ્ટરમાં બેસી ધોરડો પહોંચ્યા હતા. અહીં તેઓ પાટણ, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના સરપંચો સાથે સંવાદ કરી પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here