બિહારની ચૂંટણી (Bihar Election) પૂરી થતાની સાથે જ હવે પશ્ચિમ બંગાળ (West Bengal) માં વિધાનસભાની ચૂંટણી (West Bengal Assembly Election) ની હલચલ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પહેલા જ મમતા (Mamata Banerjee) સરકારને જોરદાર ઝાટકો લાગી શકે છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસમાં નંબર ટૂ તરીકે ઓલખાતા અને મમતા બેનરજીના ખાસ એવા કેબિનેટ મંત્રી શુભદુ અધિકારી (Suvendu Adhikari)એ બળવો પોકાર્યો છે.

નંદીગ્રામ (Nandigram) માં અલગથી રેલી કરીને બગાવતનો બણગો ફૂંકનારા શુભેંદુ(Suvendu Adhikari) અધિકારી આજે મમતા બેનરજીની કેબિનેટ બેઠકમાં (Mamata Banerjee Cabinet Meeting) પણ ગેરહાજર રહ્યાં હતાં. અધિકારીની સાથો સાથ અન્ય ત્રણ મંત્રી બંદોપાધ્યાય (Bandopadhyay), ગૌતમ દેવ (Gautam Dev) અને રવીંન્દ્રનાથ ઘોષ (Ravindranath Ghosh) પણ બેઠક્માં પહોંચ્યા નહોતા.

શુભેંદુ અધિકારીએ ત્રણેય નજીકના નેતાઓની સુરક્ષા પણ હટાવી દેવામાં આવી છે. બીજી બાજુ ભાજપ શુભેંદુને પાર્ટીમાં શામેલ થવાની ઓફર પણ કરી દીધી છે. જેથી મમતા બેનરજીની મુશ્કેલીઓ વધતી નજરે પડી રહી છે.

અમિત શાહના પ્રવાસ બાદ હલચલ વધી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 5 નવેમ્બરે બંગાળમાં બે દિવસના પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયા હતાં અને ત્યાં તેમણે મમતા બેનરજી સરકારને બરાબરની આડેહાથ લીધી હતી. શાહ પાછા ફર્યા બાદ બંગાળની રાજનીતિમાં અચાનક ગરમાવો આવી ગયો છે. મમતા માતે સંભવિત્ય આંચનાને આ ઘટના સાથે જ જોડીને જોવામાં આવી રહ્યો છે.

નંદીગ્રામમાં ટીએમસીથી અલગ કરી હતી રેલી

શુભેંદુ તરફથી બગાવતનું પહેલુ પગલું નંદીગ્રામમાં ત્યારે જોવા મળ્યું હતું જ્યારે તેમણે ટીએમસીથી અલગ રેલી કરીને મમતાને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. આ બેઠકમાં મમતાનુ કોઈ જ પોસ્ટર હતું. સાથે જ રેલીના અંતમાં ભારત માતા કી જયના નારા પણ લાગ્યા હતાં. જેથી સંકેત મળવા લાગ્યા છે કે, તેઓ મમતાથી અલગ થવાના મૂડમાં છે.

માનવામાં અજવી રહ્યું છે કે, શુભેંદુ ઘણા સમયથી પાર્ટીમાં પોતાની થઈ રહેલી ઉપેક્ષાથી ભારોભાર નારાજ હતાં. જોકે તેમણે પહેલી જ વાર આ પ્રકારે જાહેરમાં તેના સંકેત આપી દીધા છે. છેલ્લા એક મહિનાથી શુભેંદુની દરેક રેલીમાં જે પોસ્ટર લવાવવામાં આવી રહ્યાં છે તેમાં મમતા બેનરજી અને ટીએમસી બંનેનું કોઈ નામોનિશાન નજરે પડતું નથી.

કોણ છે શુભેંદુ અધિકારી?

શુભેંદુ અધિકારી ટીએમસીમાં મમતા બેનરજી બાદ સૌથી લોકપ્રિય અને કદ્દાવર નેતા માનવામાં આવે છે. તે સીએમ મમતાનો જમણો હાથ મનાતા હતાં. જે નંદિગ્રામ આંદોલનથી મમતા બેજરજીને જીત મળી હતી તે આંદોલનના આર્કિટેક જ શુભેંદુ હોવાનું માનવામાં આવે છે. મમતા બેનરજી સાથે તેઓ શરૂઆતથી જ છે. તે કેબિનેટ મંત્રી છે. પરિવહન, જળ અને સિંચાઈ મંત્રાલય તેમની પાસે છે. દક્ષિણ બંગાળના અનેક વિસ્તારોમાં તેમનો ઘણો પ્રભાવ છે. તેઓ બંગાળમાં એક લોકપ્રિય ચહેરો છે. તેમના પરિવારનો પણ બંગાળની રાજનીતિમાં સારો એવો પ્રભાવ રહ્યો છે.તેમના ભાઈ અને પિતા સક્રિય રાજકારણમાં છે અને સાંસદ પણ છે.

મમતા બેનરજીથી કેમ નારાજ છે શુભેંદુ? 

શુભેંદુ અધિકારી મમતા બેનરજી કેબિનેટમાં નંબર ટૂ માનવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જેમ જેમ મમતા બેનરજીના ભત્રીજા અભિષેકનો રાજનીતિમાં ઉદય થવા લાગ્યો તેમ તેમ શુભેંદુનું કદ ઘટવા લાગ્યું. શુભેંદ્રુ આ વાતથી ભારોભાર નારાજ છે. આ કારણોસર જ શુભેંદુ ભાજપની નજીક સરકી રહ્યાં હોવાનું માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here