દિવાળીના  તહેવારોમાં લોકોએ છેલ્લી ઘડીની ખરીદી કરી હતી. જેના કારણે અમદાવાદ શહેરના ત્રણ દરવાજા, લાલ દરવાજા અને રિલીફ રોડ માં જાણે કીડિયારૂં ઊભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે ક્યાંય પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડયા હતા.

અમદાવાદીઓને બિંદાસ થઈને ખરીદી કરવી હવે ભારે પડી

જોકે અમદાવાદીઓને બિંદાસ થઈને ખરીદી કરવી હવે ભારે પડી રહી છે કેમકે છેલ્લા બે ચાર દિવસોમાં કોરોનાના કેસો માં ભારે વધારો થયો છે જેના કારણે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સિવિલ હૉસ્પિટલમાં કોરોના ની સ્થિતિ ને લઈને આરોગ્ય અધિકારીઓ અને નિષ્ણાત તબીબો સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

  • કેન્સર અને કિડની હોસ્પટલ મળીને વધુ ૪૦૦ બેડ
  • સોલા સિવિલમાં વધુ ૪૦૦ બેડ
  • અમદાવાદ શહેરના કેટલાંક વિસ્તાર માટે ગાંધીનગર સિવિલમાં ૧૦૦ બેડ
  • ખાનગી હોસ્પટલોમાં વધુ ૪૦૦ પથારી ઉપલબ્ધ કરાવાઈ
  • કુળ મળીને અમદાવાદમાં રાતોરાત ૧૩૦૦ બેડ કોરોનાના દર્દીઓ માટે વધારાય્

અમદાવાદમાં રાતોરાત ૧૩૦૦ બેડ કોરોનાના દર્દીઓ માટે વધારાય્

નિષ્ણાત તબીબો સાથે સમીક્ષા બેઠક બાદ  નીતિન પટેલે જણાવ્યું કે, તહેવારના માહોલમાં  રાજ્યભરમાં છેલ્લા 3 દિવસમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ખાનગી હોસ્પિટલમાંથી કોરોનાગ્રસ્ત દર્દીઓને શિફ્ટ કરતા સિવિલમાં દર્દીઓની સંખ્યા વધી છે.  તેમને વધુમાં જણાવ્યું કે, અમદાવાદ સિવિલમાં હાલ 581 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 170 દર્દીઓ આઇ.સી.યુ, વેન્ટીલેટર પર સારવાર મેળવી રહ્યા છે. હોસ્પિટલમાં કૂલ 248 વેન્ટીલેટરની સુવિધા છે.

હોસ્પિટલમાં કૂલ 248 વેન્ટીલેટરની સુવિધા

જેમાં 78 વેન્ટીલેટર પર વધુ કોરોનાગ્રસ્ત ગંભીર પરિસ્થિતિઓમાં આવતા દર્દીઓને સારવાર આપી શકાય તેમ છે. સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની 450  પથારીઓની વ્યવસ્થા છે જેમાંથી 188 દર્દીઓ હાલ સારવાર મેળવી રહ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 80 આઇ.સી.યુ. વેન્ટીલેટરની વ્યવસ્થા છે. જેમાંથી 17 દર્દીઓ હાલ વેન્ટીલેટર પર સારવાર મેળવી રહ્યા છે. અમદાવાદ પશ્ચિમ અને અમદાવાદ ગ્રામ્યમાંથી કોરોનાની સારવાર અર્થે 1200 બેડ હોસ્પિટલમાં આવતા દર્દીઓના ઘસારાને ટાળવા માટે અમદાવાદ સોલા સિવિલ અને ગાંધીનગર મેડીકલ કોલેજમાં પણ સારવાર મેળવવા માટે અનુરોધ કર્યો હતો.

સોલા સિવિલ અને ગાંધીનગર મેડીકલ કોલેજમાં પણ સારવાર મેળવવા માટે અનુરોધ

આગામી સમયમાં અમદાવાદ સિવિલ સંકુલની 1200  બેડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના ધસારાને ધ્યાને લઇને 50થી 100 પથારી ધરાવતા વેન્ટીલેટર સહીતના અલાયદા વોર્ડ શરૂ કરાશે. અમદાવાદ સિવિલ સંકુલની 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત પ્રસૂતા અને બાળકો માટે, ડાયાલિસીસની જરૂરિયાત ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે કિડની હોસ્પિટલ અને કેન્સર સાથે કોરોનાગ્રસ્તની સારવાર કરવા માટે કેન્સર હોસ્પિટલ પણ સજ્જ છે.

કોરોનાગ્રસ્તની સારવાર કરવા માટે કેન્સર હોસ્પિટલ પણ સજ્જ

તહેવારો નિમિત્તે કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો જણાઇ આવતા ટૂંક સમયમા જ રાજ્ય સ્તરે કોરોના ટેસ્ટીંગમાં વધારો કરીને કોરોના સંક્રમણને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવશે. જરૂર જણાઇ આવતા વધુ ખાનગી હોસ્પિટલને પણ કોવિડ હોસ્પિટલમાં પરિવતત કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here