દિવાળીના તહેવારો પૂર્વે કાબુમાં રહેલો કોરોના હવે ફરી બેકાબુ:રાજકોટ જિલ્લો ફરી 137 કેસ સાથે સૌરાષ્ટ્રમાં મોખરે : જામનગર 38, જૂનાગઢ 30, ભાવનગર 12, મોરબી 21, અમરેલી 17, સુરેન્દ્રનગર 11, દ્વારકા 9, ગીર સોમનાથ 8, પોરબંદર 7, બોટાદ 2, કચ્છ 15 સહિત 307 કેસ : 257 દર્દીઓ ડિસ્ચાર્જ : 7 દર્દીઓના મોત


સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં દિપાવલી નવા વર્ષના પર્વની રજાઓ બાદ ફરી કોરોનાની બીજી લહેર દોડી રહી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ રાજકોટ જિલ્લામાં કેસોનો વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં વધુ નવા 137 પોઝીટીવ કેસ નોંધાયા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વધુ નવા 307 પોઝીટીવ કેસ સામે 250 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજકોટ જિલ્લામાં દર્દીઓના મોતન નોંધાયા હતા.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ જિલ્લામાં 85 શહેર, પ2 ગ્રામ્ય કુલ 137, જૂનાગઢ 21, શહેર 9 ગ્રામ્ય કુલ 30, જામનગર 18 શહેર 20 ગ્રામ્ય કુલ 38, ભાવનગર 11 શહેર 1 ગ્રામ્ય કુલ 12, મોરબી-21, અમરેલી 17, સુરેન્દ્રનગર-11, દ્વારકા-9, ગીર સોમનાથ 8, પોરબંદર 7, બોટાદ-2 અને કચ્છ 15 સહિત 307 પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે દર્દીઓ સાજા થવાની સંખ્યામાં રાજકોટ 122, જૂનાગઢ 25, જામનગર 23, ભાવનગર 15, મોરબી 10, અમરેલી 2, સુરેન્દ્રનગર 21, દ્વારકા 12, ગીર સોમનાથ 7, પોરબંદર 2, કચ્છ 18 સહિત 257 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં તહેવારોમાં ઠેર-ઠેર સ્થળોએ લોકોનો એકઠા થયેલો જનસમુદાયે સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવામાં હાથ સેનેટાઇઝર કરવામાં બેદરકારી દાખવતા કોરોના સંક્રમણમાં ફરી વધારો નોંધાયો છે. દર્દીઓ સાજા થવાની સરખામણીએ ફરી પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધી રહી છે.

મોરબી
મોરબી જિલ્લામાં નવા 23 પોઝીટીવ કેસ નોંધાયા છે. તાલુકાના 13 કેસોમાં ગ્રામ્યના 10, શહેરી વિસ્તારના 3 કેસો, વાંકાનેર 2, હળવદ 6 સહિત 21 કેસો નોંધાયા છે. 10 દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ થયા છે. જિલ્લામાં કુલ 2473 કેસો નોંધાયા છે.


પોરબંદર
પોરબંદર જિલ્લામાં વધુ 7 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાંથી 4 રાણાવાવ અને 3 પોરબંદર દર્દીઓ નોંધાયા છે. હાલ 40 દર્દીઓ સારવાર હેઠળ છે.


ભાવનગર
ભાવનગર જિલ્લામા વધુ 12 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 5,000 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 9 પુરૂષ અને 2 સ્ત્રી મળી કુલ 11 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે 1 કેસ મળી કુલ 1 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.જ્યારે ભાવનગર મહાનગરપાલિકાના 11 તેમજ તાલુકાઓના 4 એમ કુલ 15 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જિલ્લામા નોંધાયેલા 5,000 કેસ પૈકી હાલ 44 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 4,881 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 68 દર્દીઓનુ અવસાન થયેલ છે.


દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઠંડીની જેમ કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા પણ ધીમી ગતિએ વધી રહી છે. જિલ્લામાં ગત સોમવાર તા.16મીના રોજ એક દિવસમાં લાંબા સમય પછી માત્ર એક જ પોઝીટીવ દર્દી નોંધાયો હતો. પરંતુ આ સંખ્યામાં દિવસે-દિવસે વધારો થતાં ગઇકાલે ગુરૂવારે ખંભાળીયાના ચાર તથા દ્વારકા, ભાણવડ અને કલ્યાણપુર તાલુકામાં એક-એક કેસ મળી નવા સાત દર્દીઓ નોંધાયા છે. જયારે એક પણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો નથી.હાલ જિલ્લામાં 34 પોઝીટીવ દર્દીઓ સારવાર હેઠળ હોવાનું તથા કોરોના કાળમાં કુલ મૃત્યુનો આંક 67નો યથાવત હોવાનો તંત્ર દ્વારા જાહેર થયું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here