વડોદરામાં હાલ 1142 એક્ટિવ કેસ પૈકી 162 દર્દી ઓક્સિજન અને 58 દર્દી વેન્ટિલેટર પર છે

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 16,842 પર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 217 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 15,483 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. વડોદરામાં હાલ 1142 એક્ટિવ કેસ પૈકી 162 દર્દી ઓક્સિજન પર અને 58 દર્દી વેન્ટિલેટર પર છે અને 922 દર્દીની હાલત સ્થિર છે.

કોરોનાના રોજના કેસ 91થી વધીને 99 સુધી પહોંચ્યા
દિવાળીના તહેવારો પૂરા થતાં ફરી એકવાર કોરોનાના કેસો વધી રહ્યાં છે. શહેરમાં રવિવારે જ્યાં કોરોનાના નવા 91 કેસ નોંધાયા હતા. જે ગુરુવારે વધીને 99 પર પહોંચી ગયા હતા. અમદાવાદની જેમ વડોદરામાં પણ સેકન્ડ વેવની શરૂઆતના એધાણ વર્તાઇ રહ્યાં છે. રવિવારથી ગુરુવાર સુધીના 5 દિવસમાં કુલ 477 કેસો નોંધાયા હતા. આશ્વાસનરૂપ બાબત એ છે કે, આ દિવસો દરમિયાન સારવાર લઇ રહેલા ધારાસભ્ય જીતુ સુખડિયા સહિત 508 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 4984 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 16,842 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2535, પશ્ચિમ ઝોનમાં 2730, ઉત્તર ઝોનમાં 3481, દક્ષિણ ઝોનમાં 3076, વડોદરા ગ્રામ્યમાં 4984 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

ગુરૂવારે નવા પોઝિટિવ કેસ આ વિસ્તારમાં નોંધાયા
શહેરઃ ગોરવા, ગોકુલનગર, અકોટા, VIP રોડ, છાણી, સુભાનપુરા, ગોત્રી, મકરપુરા, નિઝામપુરા, શિયાબાગ, કારેલીબાગ, વડસર, તરસાલી, આજવા રોડ, કિશનવાડી, નવાયાર્ડ, ગાજરાવાડી
ગ્રામ્યઃ પાદરા, વાઘોડિયા, કરોડીયા, ડભોઇ, સાવલી, પોર, રણોલી, કરજણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here