આઇસોલેશન વોર્ડમાં 911 બેડ, HDUમાં 829, ICUમાં 329 અને ICUમાં વેન્ટિલેટર પર 156 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થવાથી પરિસ્થિતિ વધુ ગંભીર થઈ રહી છે. કોરોનાના ટેસ્ટ માટે લોકોની લાઈનો લાગી છે. ત્યારે અમદાવાદમાં કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલો પણ 95 ટકા ફૂલ થઈ ગઈ છે. આજે સવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી 72 ખાનગી હોસ્પિટલોમાં હવે માત્ર 261 જેટલા બેડ ખાલી છે. જેમાં આઈસોલેશન વોર્ડના 150, HDUના 56, ICU વેન્ટિલેટર વિના 23 અને ICU વેન્ટિલેટર સાથેના 32 બેડ ખાલી છે.

72 હોસ્પિટલોમાંથી 95 ટકા ભરાઈ ગઈ
અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતા દર્દીઓની વાત કરીએ તો કુલ 2536 બેડમાંથી આઇસોલેસન વોર્ડમાં 911 બેડ, HDUમાં 829, ICUમાં 329 અને ICUમાં વેન્ટિલેટર પર 156 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. અમદાવાદ ડોકટર એસોસિએશનના પ્રમુખ ડો. ભરત ગઢવીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં કોરોનાની સારવાર માટેની કુલ 72 હોસ્પિટલમાંથી 95 ટકા હોસ્પિટલ ભરાઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here