• કેસ વધતા BAPS સ્વામિનારાયણ મંદિર 10 દિવસ બંધ
  • ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે કહ્યું લોકો સાવચેતી રાખે, લોકડાઉન કોઈ વિકલ્પ નથી
  • હવે લોકડાઉન થશે તો નાના વેપારીઓ અને ઉદ્યોગોની હાલત કફોડી થશે

દિવાળીના તહેવાર બાદ કોરોના વકર્તા અમદાવાદમાં આજથી રાત્રે 9 વાગ્યાથી તા. 23મીને સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકના કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં પણ કોરોના કેસ વધતા સ્થાનિકોનું કહેવું છે કે રાજકોટમાં અડધા દિવસનું લોકડાઉન થવું જરૂરી છે. રાજકોટની બજારોની મુલાકાત લેતા જોવા મળ્યું હતું કે ગુંદાવાળી, ધર્મેન્દ્ર રોડ સહિતની બજારોમાં ભીડ જોવા મળી રહી છે. ક્યાંય સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન થતું નથી. સાથે જ કેટલાક લોકો માસ્ક વગર ફરી રહ્યાં છે.

સ્વામિનારાયણ મંદિર 10 દિવસ બંધ

સ્વામિનારાયણ મંદિર 10 દિવસ બંધ

BAPS સ્વામિનારાયણ મંદિર 10 દિવસ બંધ રહેશે
રાજકોટમાં પણ કોરોનાના કેસ વધતા BAPS સ્વામિનારાયણ મંદિર 10 દિવસ બંધ રહેશે. જેથી કોરોના સંક્રમણ વધુ ન ફેલાઈ. જેથી આગામી 30 નવેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

લોકડાઉન કોઈ વિકલ્પ નથી- ચેમ્બર ઓફ કોમર્સ
બીજી તરફ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે નિવેદન આપતા કહ્યું કે લોકો સાવચેતી રાખે. લોકડાઉન કોઈ વિકલ્પ નથી. હવે લોકડાઉન થશે તો નાના વેપારીઓ અને ઉદ્યોગોની હાલત કફોડી થશે. જેથી લોકો સાવચેતી રાખે તેવી અપીલ કરી છે.

અમદાવાદ જેવી સ્થિતિ થશે તો બેડ પણ ખાલી નહિં રહે
ગુંદાવાળી એસો.ના મહામંત્રી પ્રકાશભાઈ ગઢિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 5 દિવસમાં 500 કેસ આવ્યા છે. જેથી થોડાક લોકડાઉનની જરૂર છે. નહીંતર અમદાવાદ જેવી સ્થિતિ થશે અને હોસ્પિટલમાં બેડ પણ ખાલી નહિં રહે. બજાર અડધો દિવસ બંધ રહે તો ફાયદો થશે.

ગુંદાવાળીમાં લોકોની ભીડ જોવા મળી

ગુંદાવાળીમાં લોકોની ભીડ જોવા મળી

રાજકોટમાં અડધા દિવસનું લોકડાઉન જરૂરી
રાજકોટમાં રહેતા અમિતભાઈએ કહ્યું કે સરકાર અડધા દિવસનું ફરજિયાત લોકડાઉન રાખે તે જરૂરી છે. જો રાજકોટમાં ધ્યાન આપવામાં નહીં આવે તો અમદાવાદવાળી થશે. જેથી અડધા દિવસનું લોકડાઉન થવું જરૂરી છે.

અત્યારે લોકોમાં કોરોનાનો કોઈ ડર નથી
રાજકોટમાં રહેતા કલ્યાણીબેને જણાવ્યું હતું કે રાજકોટમાં લોકડાઉન થવું જરૂરી છે. શિયાળાના કારણે અને નિયમોનો ભંગ થતો હોવાથી લોકડાઉન થવું જરૂરી છે. રાજકોટમાં કોરોનાનો કોઈ ડર નથી. જેથી લોકડાઉન થવું જ જોઈએ. કેસ વધતા જાય છે એટલે આપણે આપણું ધ્યાન રાખવું જોઈએ.

રાજકોટથી અમદાવાદ જતી ST બસ આજે બપોરે 3 વાગ્યાથી બંધ
રાજકોટથી અમદાવાદ જતી ST બસ આજ બપોરે ત્રણ વાગ્યાથી બંધ કરવામાં આવી છે. સોમવાર સુધી ST બસ બંધ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here