અમદાવાદમાં 20મીથી 23મી સવાર સુધી કર્ફ્યુ લાગુ કરવામા આવતા GTU દ્વારા 22મીએ રવિવારે લેવાનારી પીએચડી પ્રવેશ માટેની પરીક્ષા મોકુફ કરી દેવાઈ છે.પરીક્ષાની નવી તારીખ થોડા દિવસમા જાહેર કરવામા આવશે.

આજે હતી GTUની પીએચડીની એક્ઝામ

જીટીયુ દ્વારા આ વર્ષથી એમફીલ કોર્સ બંધ કરી દેવાયો છે ત્યારે માત્ર પીએચડીમાં જ પ્રવેશ માટે પરીક્ષા લેવાનાર છે. પીએચડી પ્રવેશ માટેની પરીક્ષાનું રજિસ્ટ્રેશન પુર્ણ કરાયા બાદ રવિવારે 22મીએ  અમદાવાદમાં પરીક્ષા ગોઠવવામા આવી હતી.

અમદાવાદમાં કરફ્યુ લગતા પરીક્ષા મોકૂફ

એમસીક્યુ આધારીત કોમ્પ્યુટર બેઝ  પરીક્ષા સવારે 10થી 12 દરમિયાન ગોઠવવામા આવી હતી અને આ માટે તમામ તૈયારીઓ કરી દેવાઈ હતી તેમજ વિદ્યાર્થીઓને સીટ નંબર પણ આપી દેવાયા હતા.  પરંતુ સરકારે અમદાવાદમાં કર્ફ્યુ લાગુ કરતા રવિવારે પરીક્ષા ગોઠવી શકાય તેમ નથી. આ પરીક્ષામાં રાજ્યભરમાંથી 800થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવવાના હતા.જે કર્ફ્યુને લીધે હવે ન આવી શકે તેમ હોવાથી જીટીયુ દ્વારા પરીક્ષા હાલ મોકુફ કરી દેવાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here