કોરોનાના દર્દીઓને સારવાર આપવા માટે અમદાવાદ અને ગાંધીનગરની સરકારી હોસ્પિટલ્સમાં પૂરતી જગ્યાઓ ઉપલબ્ધ હોવાનું સરકારે આજે જાહેર કર્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ અને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં પૂરતી જગ્યાઓ મોજૂદ છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કેસો વધી જાય તો તેમને વલ્લભવિદ્યાનગર અને નડિઆદ સુધી ખસેડવાની સુવિધા કરવામાં આવી હોવાનું સરકારે જાહેર કર્યું છે. આ સાથે જ કોરોના સંક્રમણ વધી જતાં હોસ્પિટલમાં પથારીઓ ઉપલબ્ધ ન હોવાની અફવાઓ ફેલાવવાનું બંધ કરી દેવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જણાવ્યું હતું.

રાજ્યનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ

તેમણે કહ્યું હતું કે કોરોનાના સંક્રમણના કેસો વધી જવાથી અફવાઓથી પ્રભાવિત થઈને નાગરિકાએ ગભરાવાની સ્હેજ પણ જરૂર નથી. તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે રાજ્યનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ છે. અમદાવાદની 1200 બેડની કોવિડ હોસ્પિટલ, સરદીર વલ્લભભાઈ પટેલ-એસવીપી હોસ્પિટલ, સોલા સિવીલ હોસ્પિટલ અને ગાંધીનગર સિવીલ સહિતની તમામ સરકારી હોસ્પિટલ ખાતે પૂરતી માત્રામાં પથારી ઉપલબ્ધ છે.

આઈસીયુમાં 229 બેડની જગ્યા

તેમણે કહ્યું હતું કે કોરોના સંક્રમીત દર્દીઓ માટે સરકારી હોસ્પિટલોમાં પથારીની પૂરતી વ્યવસ્થા નથી અને પથારીઓ ખૂટી પડી છે તેવી ઇમેજ સોશિયલ મિડિયા મારફતે ઊભી કરવામાં આવી રહી છે. વાસ્તવમાં આ વાત બિલકુલ પાયાવિહોણી છે. અમદાવાદ સિવીલ હોસ્પિટલની સ્યેશીયલ કોવીડ કેર સેન્ટર તરીકે જાહેર કરાયેલી 1200 બેડની હોસ્પિટલમાં નોન ક્રિટિકલ પેશન્ટ માટે 971 પથારી અને આઈસીયુમાં 229 બેડની જગ્યા છે.

આઈસીયુમાં 198 દર્દીઓ સારવાર લઈ રહ્યા

તેમાં અત્યારે નોન ક્રિટિકલની કેટેગરીમાં આવતા 781 અને આઈસીયુમાં 198 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ હોસ્પિટલમાં બંને કેટેગરીમાં જગ્યા ઉપલબ્ધ જ છે. હજી નવા 60 આઈસીયુ બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેમ જ ઓક્સિજનની સારવાર જરૂરી હોય તેવા દર્દીઓ માટે 60 બેડની સુવિધા ઊભી કરવામાં આવી રહી છે.

હોસ્પિટલમાં પણ 160 પથારીની જગ્યા

સોલા સિવિલમાં નોન ક્રિટિકલ પેશન્ટ માટે 400 પથારી અને આઈસીયુમાં 50 બેડ ઉપલબ્ધે છે. તેમાં અત્યારે નોન ક્રિટિકલ કેટેગરીમાં 270 અને આઈસીયુમાં 13 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. બાઈપેપ પર મૂકવામાં આવેલા દર્દીઓની સંખ્યા 97ની છે. અમદાવાદની કીડની હોસ્પિટલમાં પણ 160 પથારીની જગ્યા છે.

દર્દીઓને અગ્રક્રમ આપવામાં આવી રહ્યો

તેમાં નોન ક્રિટિકલ કેટેગરીમાં 125 પથારી અને ઓક્સિજનની સારવાર જરૂરી હોય તેવા દર્દીઓ માટે 35 પથારી છે. 125માંથી 33 પથારી અત્યારે ભરેલી છે.આઈસીયુમાં સાત દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આઈસીયુમાં 28 પથારી ખાલી છે. એસવીપી હોસ્પિટલમાં અમદાવાદના દર્દીઓને અગ્રક્રમ આપવામાં આવી રહ્યો છે.

ગાંધીનગર સિવિલમાં પણ 300 પથારીઓની સુવિધા

માં 60 જેટલી આઇ.સી.યુ. વ્યવસ્થા સાથેની પથારીઓ હાલ પણ ખાલી છે. તે ઉપરાંત અન્ય નોન ક્રીટીકલ દર્દીઓ માટેની પથારી પણ પૂરતી ઉપલબ્ધ છે. એટલુ જ નહિ, તાજેતરમાં આ હોસ્પિટલમાં વધુ 120 પથારી વધારવાની સૂચનાઓ અપાઇ હતી, જેનું કામ પૂર્ણ થવાના આરે છે. અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં 1200 પથારી ઉપરાંત 120 પથારી ઉમેરાતા હવે 1320 પથારી ઉપલબ્ધ બનશે. ગાંધીનગર સિવિલમાં પણ 300 પથારીઓની સુવિધા છે. ગાંધીનગરથી અમદાવાદ તરફ દર્દીઓનો પ્રવાહ ન આવે તેવી કોશિશ કરવામાં આવી રહી છે.

સરકારે ઉભી કરેલી વ્યવસ્થાઓ ઉપલબ્ધ

સોલા સીવીલ હોસ્પિટલ, ગાંધીનગર સિવીલ હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલની વધારાની વીંગમાં કોરોનાના દર્દીઓ માટે શરૂ કરાયેલ અલાયદી હોસ્પિટલ, કીડની હોસ્પિટલ ઉપરાંત એસ.વી.પી. હોસ્પિટલમાં પણ પૂરતા પ્રમાણમાં પથારીઓ ઉપલબ્ધ છે. નોન ક્રિટીકલ પેશન્ટ્સ અને આઈસીયુમાં સારવાર મેળવવાને પાત્ર પેશન્ટ માટે પૂરતી વ્યવસ્થા છે. પૂરતી પથારીઓ ખાલી જ છે. હોસ્પિટલમાં જગ્યા નથી તેવી વાત બેબુનિયાદ છે. ઉપરાંત ખાનગી સુપર મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલમાં પણ સરકારે ઉભી કરેલી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. આગોતરી તૈયારીના ભાગરૂપે નડીયાદ અને કરમસદની મેડીકલ કોલેજ ખાતે પણ અમદાવાદના કોરોનાગ્રસ્ત દર્દીઓને દાખલ કરી શકાય તે માટેની સુવિધા ઉપલબ્ધ છે.

રાજ્યના નાગરિકોના હિતમાં

રાજ્ય સરકારે જે રીતે પથારીની સુવિધાઓ વધારી છે ત્યારે તબીબો, નર્સીંગ સ્ટાફ, મેડીકલ-પેરા મેડીકલ સ્ટાફની પણ જરૂરીયાત પુરી પાડવા માટે પુરતી વ્યવસ્થા કરી છે. ખૂબ જ ઓછા ખર્ચે સરકારના સહયોગથી રાજ્યના મેડીકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ તબીબ થયા હોય તેમની પણ સવિશેષ જવાબદારી બને છે કે રાજ્યના નાગરિકોના હિતમાં તેમની સેવા માટે તે ઉભા રહે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here