અમદાવાદમાં દિવાળી બાદ કોરોનાનો પ્રકોપ પરાકાષ્ટાએ પહોંચ્યો છે. હેલ્થ વિભાગ દ્વારા જાહેર કરાતા નવા દર્દીઓના આંકડા કરતા વાસ્તવિક સ્થિતિ વધુ ગંભીર છે, તે બાબત ફૂટપાથ પર ધંધો કરતા પાથરણાવાળા પણ જાણે છે. શા માટે આંકડાનું કદ ઘટાડીને તેની ગંભીરતાને ઓછી કરી નાખવામાં આવે છે તે લોજીક સમજાય નહી તેવું છે. દરમ્યાન આજે એક જ દિવસમાં સરકારી યાદી મુજબ નવા 305 દર્દીઓ નોંધાયા છે. લાંબા સમય બાદ 300નો આંકડો પાર થયો છે.

હૉસ્પિટલોના 2254 પ્રાઇવેટ બેડ હતા
જેમાંથી પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1337 અને પૂર્વ પટ્ટાના મધ્ય ઝોન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોનના 1484 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. બીજી તરફ ખાનગી હૉસ્પિટલોના 2254 પ્રાઇવેટ બેડ હતા, તેમાં 282 વધારીને 2536 કરાયા છે. જેમાં 2275 હાલ ભરાયેલા છે અને 261 ખાલી છે. નવો વધારો ના કરાયો હોત તો આજે ખાનગી હૉસ્પિટલો ફૂલ થઈ ગઈ હોત.
હૉસ્પિટલોના 2254 પ્રાઇવેટ બેડ હતા
ઉપરાંત આ હૉસ્પિલોમાં 379 આઇસીયુ બેડમાં, 156 વેન્ટીલેટર પર, 911 સાદા બેડ, 829 એચડીયુ બેડ ભરાયેલા છે. વેન્ટીલેટર સાથેના માત્ર 32 બેડ ખાલી છે. બીજી તરફ આશ્ચર્યજનક બાબત એ છે કે ખાનગી હૉસ્પિટલોમાં 2275 બેડ ભરાયેલા છે, જ્યારે મ્યુનિ. એક્ટિવ કેસો 2821 બતાવે છે, તો શું બાકી સરકારી હૉસ્પિટલો, ખાનગી હૉસ્પિટલોના મ્યુનિ.ના બેડ, હોમ-આઇસોલેશન મ્યુનિ.ની હૉસ્પિટલોમાં માત્ર 546 દર્દીઓ છે ? કે પછી આંકડાની હેરાફેરી છે ?
ક્યાં ઝોનમાં કેટલાં એક્ટિવ કેસો ?
ઉત્તર પશ્ચિમ ઝોન | 455 |
દક્ષિણ પશ્ચિમ ઝોન | 445 |
પશ્ચિમ ઝોન | 437 |
દક્ષિણ ઝોન | 415 |
પૂર્વ ઝોન | 405 |
ઉત્તર ઝોન | 384 |
મધ્ય ઝોન | 280 |
કુલ | 2821 |