ફ્રાન્સે ઈમરાન ખાનને મોટો ઝટકો આપ્યો છે. ખોરવાયેલા પડેલા ડિફેન્સ સાધનો માટે પાકિસ્તાને ફ્રાન્સની મદદ માગી હતી, પરંતુ ફ્રાન્સે મદદ કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. ઈમરાન ખાને મેક્રોનની ટીકા કરી હતી એટલે ફ્રાન્સે ઈમરાનને મદદ ન કરીને બદલો લીધો છે.

ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોને જ્યારે ફ્રાન્સમાં ફ્રીડમની વાત કરી ત્યારે ચાર્લી હેબ્દોના કાર્ટુન મુદ્દે ઈમરાન ખાને પણ મુસ્લિમ રાષ્ટ્રોનો પક્ષ લઈને ફ્રાન્સના પ્રમુખની ટીકા કરી હતી. મેગેઝીને મોહમ્મદ પયંગમ્બર સાહેબનું કાર્ટુન છાપીને વિવાદ સર્જાયો ત્યારે મેક્રોને ફ્રીડમના મુદ્દે તેનું સમર્થન કર્યું હતું.

એ ઘટનાના થોડા દિવસોમાં જ પાકિસ્તાનને ફ્રાન્સની ગરજ પડી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને બંધ પડી ગયેલા ડિફેન્સ સાધનો માટે ફ્રાન્સની મદદ માગી હતી. મિરાજ ફાઈટર જેટ, એર ડિફેન્સ સિસ્ટમ, ઓગસ્ટા ૯૦ બી સબમરીન વગેરેને અપડેટ કરવા માટે પાક. પીએમ ઈમરાન ખાને ફ્રાન્સને વિનંતી કરી હતી.

ફ્રાન્સે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ડિફેન્સ સહાય આપવાનો ઈનકાર કરી દીધો હતો. ફ્રાન્સને પાકિસ્તાનને ફટકાર લગાવતા આડકતરી રીતે ચોર કહ્યું હતું! ફ્રાન્સે કહ્યું હતું કે ફ્રાન્સ ડિફેન્સ સિસ્ટમનું અપડેટ પાકિસ્તાનના ટેકનિશ્યનને ન આપી શકે, કારણ કે તેનાથી ડેટા લિક થવાની શક્યતા છે. ફ્રાન્સનો ઈશારો ચીન તરફ હતો. પાકિસ્તાન સંવેદનશીલ માહિતી ચીનને આપી દે તો ભારતને પણ મુશ્કેલી થઈ શકે છે. ભારત ફ્રાન્સનું મહત્વનું ડિફેન્સ પાર્ટનર હોવાથી ફ્રાન્સ પાકિસ્તાનને માહિતી આપવાનું જોખમ ખેડી શકે નહીં.

પાકિસ્તાનના મહત્વના ડિફેન્સ સાધનો ખોટકાઈ ગયા હોવાથી ધૂળ ખાઈ રહ્યા છે ત્યારે ફ્રાન્સે ઈમરાન ખાનની સરકારને ડિફેન્સ ક્ષેત્રની મદદ ન કરીને ખૂબ જ મોટો ફટકો માર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here