• કેન્દ્રિય માહિતી આયોગે આપ્યો આદેશ: આવકવેરા વિભાગમાં અરજી બાદ 15 દિવસમાં ખબર પડી જશે


કેન્દ્રિય માહિતી આયોગ દ્વારા કરાયેલા એક આદેશ મુજબ, હવે મહિલાઓ આવકવેરા ખાતામાં આરીટીઆઈ કરીને પોતાના પતિની આવકની સાચી જાણકારી મેળવી શકશે. આ માટે મહિલાઓએ કેન્દ્રિય અથવા રાજ્ય માહિતી આયોગના અધિકારી એટલે કે આરટીઆઈ અંતર્ગત એક અરજી કરવાની રહેશે. જે બાદ સંબંધિત વિભાગે અરજી મળ્યાના 15 દિવસના સમયગાળામાં જ પગાર સાથે સંકળાયેલી તમામ માહિતી પત્નીને આપવી પડશે.


કેન્દ્રિય માહિતી આયોગે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, હવે કોઈપણ મહિલા પોતાના પતિનો પગાર કે આવકનો સ્ત્રોત સરળતાથી જાણી શકે છે. આ માટે તેણે આરટીઆઈનો ઉપયોગ કરવાનો રહેશે. મહિલાએ અરજી કર્યાના 15 દિવસમાં સંબંધિત વિભાગે તમામ સાચી જાણારી આપવાની રહેશે. હાલમાં જ રાજસ્થાનમાંથી આ પ્રકારનો એક કેસ સામે આવ્યો હતો, જેને ઉલ્લેખ કરતા કેન્દ્રિય માહિતી આયોગે આવો આદેશ જાહેર કર્યો હતો.


રાજસ્થાનના આ કેસની વિગતો મુજબ, જોધપુરમાં રહેતી રહમત બાનો નામની મહિલાએ અરજી કરીને પોતાના પતિની આવકના સ્ત્રોતની જાણકારી માગી હતી. મહિલાની અરજીના જવાબમાં  આઈટી વિભાગે કહ્યું હતું કે, ત્રીજા પક્ષની માગ ગેરવ્યાજબી છે. ત્યારબાદ સમગ્ર મામલે કેન્દ્રિય માહિતી આયોગમાં પહોંચ્યા. કમિશન સમક્ષ સુનાવણી બાદ આદેશ અપાયો કે અરજકકર્તા દ્વારા દાખલ કરવામાં આવલી આરટીઆઈ પર 15 દિવસની અંદર સાચી માહિતી ફરજિયાત રીતે આપવાની રહેશે.


કેન્દ્રિય માહિતી આયોગ દ્વારા પોતાના ચૂકાદામાં એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી કે મહિલાઓ પોતાના પતિનો કુલ પગાર, ગ્રોસ સેલેરી અને કરપાત્ર આવકની બાબતમાં જાણકારી મેળવવાનો પૂરેપૂરો અધિકાર ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here