અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વિસ્ફોટ થવા મામલે હેલ્થ સચિવ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. સવિલ હોસ્પિટલમાં બેઠકનો દોર શરૂ થયો છે. કેન્સર હોસ્પિટલમાં અગત્યની બેઠક ચાલી રહી છે.આ બેઠકમાં જયંતિ રવિ, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.જે.પી.મોદી પણ હાજર રહ્યા હતા. સિવિલ હોસ્પિટલના વડાઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
અમદાવાદ શહેરમાં કફર્યુંનો માહોલ વચ્ચે સિવિલમાં કોરોના વિસ્ફોટ થયો છે. સતત રાત દિવસ સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ધમધમી રહી છે..એક તરફ શહેરના રોડ સૂમસામ છે જ્યાં બીજી બાજુ સિવિલ હોસ્પિટલમાં સતત એમ્બ્યુલન્સ દોડી રહી છે. સિવિલમાં 1200 બેડ ફુલ થવાના એંધાણ છે. રોજના 100 થી વધુ કોરોનાના દર્દીઓ સિવિલમાં આવી રહ્યા છે. રસ્તા પર વાહન ચાલકોની અવરજવર બંધ તો બીજી તરફ હોસ્પિટલમાં દોડી એમ્યુલન્સ રહી છે.