દિવાળીના તહેવારોમાં લોકોની ભાડે ભીડના કારણે કોરોનાનું સંક્રમણ વધી જતા સરકારે કરફ્યુંની જાહેરાત કર્યા બાદ અમદાવાદમાં શુક્રવારે રાતથી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી  સંચારબંધીનો કડકપણે અમલ શરુ કરી દેવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને લોકોને ઘર બહાર કે જાહેર જગ્યાએ ફરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જો કે જો કે પ્રિન્ટ-ઇલેકટ્રોનીક મિડિયા અને દૂધ, દવા સહિત આવશ્યક ચીજવસ્તુઓને છૂટછાટ આપવામાં આવી છે.

દિવાળીમાં ભીડભાડ વધતા કોરોના વિસ્ફોટ

કોરોના મહામારી  દરમિયાન  સરકાર દ્વારા અનલોક-5માં વધારે પડતી  છૂટછાટ આપતાં લોકોએ દિવાળીના તહેવારોમા નિર્ભય બનીને લોકો ખરીદી કરવા ઉમટી પડયા હતા. જેના કારણે બજારોમાં ભારે ભીડના કારણે કોરોનાનું સંક્રમણ વધી જતાં વિસ્ફોટક રીતે કોરોનાનો રાફડો ફાટયો હતો. જેને લઇને સરકારે અમદાવાદ શહેરમાં કરફ્યુંની જા હેરાત કરી હતી.

જિલ્લામાં પણ કરાવશે કરફ્યુનો અમલ

આ જે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડયું હતું, જેમાં  અમદાવાદ શહેરમાં તથા કલેકટર તંત્ર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના  સમાવિષ્ટ  અમદાવાદ જિલ્લાના વિસ્તારોમાં પણ આજે તા. ૨૦ને શુક્રવારે રાતે ૯ વાગ્યાથી તા. ૨૩ને સોમાવારે સવારે ૬ વાગ્યા સુધી કરફ્યુંનો કડકપણે અમલ કરવામાં આવશે. જેમાં ખાસ કરીને રહેવાસીઓએ ઘરની બહાર નીકળવું નહી તેમજ કોઇપણ માર્ગે જાહેર રસ્તાઓ કે શેરીમા પણ એકઠા થવું નહી કે પગપાળા અથવા વાહન મારફતે હરીફરી શકાશે નહી.

આ સેવાઓને આપવામાં આવશે મુક્તિ

જો કે પ્રિન્ટ- ઇલેકટ્રોનીક મિડિયાના કર્મચારીઓ તથા દૂધ , દવા  પેટ્રોલિયમ, ચીજો સહિતની આવશ્યક સેવાઓને આ હુકમમાં મુક્તિ આપવામાં આવી છે ઉપરાંત અતિંમ સંસ્કાર માટે ૨૦  જેટલી વ્યક્તિઓને એકઠા ભેગા થવાની પરમિશન આપવામાં આવી છે જ્યારે લગ્ન પ્રસંગમાં સ્થાનિક પોલીસ સ્ટેશનની  અવશ્ય મંજૂરી લેવી પડશે તથા રેલવે તથા હવાઇ માર્ગે મુસાફરી કરાનારાઓને લેવા તથા મુકવા જતી વ્યક્તિઓને માન્ય ટિકીટ રજૂ કરવાથી ટેક્સી અને કેબની સેવા મેળવી શકશે.જાહેરનામાનો ભંગ કરનારા સામે કલમ ૧૮૮ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની વિવિધ કલમો હેઠળ ગુનો નોધવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here