રાજકોટમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે મનપાનું વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યુ છે. શહેરના સાત ઠેકાણે કોરોના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આખરે ટેસ્ટિંગ શરૂ
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જે સ્થળો પર ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે તેમાં સેન્ટ્રલ ઝોન કોર્પોરેશન ઓફીસ, ત્રિકોણ બાગ, કિસાનપરા ચોક, પેડક રોડ બાળક હનુમાનજી મંદિર, રૈયા ચોકડી, કે. કે. વી હોલ અને બાલાજી હોલનો સમાવેશ થાય છે.
જુદા જુદા માધ્યમોથી થતી હતી કામગીરી
રાજકોટમાં 50 ધન્વંતરી રથ દ્વારા ત્રણ દિવસમાં 26 હજાર 210 લોકોની તપાસ કરવામાં આવી છે. તો વળી 400થી વધુ સર્વેલન્સ ટીમ દ્વારા ત્રણ દિવસમાં 55 હજાર 211 ઘરનો સર્વે કરાયો છે. આ ઉપરાંચ ધન્વંતરી રથ, સંજીવની રથ, 104 સેવા રથ, કોવિડ ટેસ્ટિંગ વ્હિકલ દ્વારા ડોર ટુ ડોરની કામગીરી હાથ ધરાઈ છે.