ગાંધીનગર ખાતે પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનો (PDPU)8મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી,મુકેશ અંબાણીએ ઓનલાઈન કોન્વોકેશનમાં હાજરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ વિદ્યાર્થીઓ અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે આખુ વિશ્વ જ્યારે કોરોના સંકટમાંથી પસાર થઇ રહ્યું હોય ત્યારે ગ્રેજયુએટ થવું આસાન નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલિયમ તાકાતને આવનારા વર્ષમાં બે ગણી કરવાની પણ વાત કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં ઑનલાઇન મોનોક્રિસ્ટલિન સોલર ફોટો વોલ્ટેઇક પેનલના 45 મેગાવોટના જનરેશન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે, પીએમ મોદીએ કહ્યું કે આજે દેશ તેના કાર્બન ફૂટપ્રિન્ટને 30-35% ઘટાડવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યો છે. અમારો પ્રયાસ છે કે આ દાયકામાં આપણી ઉર્જા જરૂરિયાતોમાં કુદરતી ગેસનો હિસ્સો 4 ગણો વધારીએ.

પીએમ મોદીએ કહ્યું કે તે જ લોકો જીવનમાં સફળ થાય છે, તે જ લોકો કંઈક એવું કરે છે જેના દ્વારા તેમના જીવનમાં ‘સેન્સ ઑફ રિસ્પોન્સિબિલીટી’ નો ભાવ હોય છે. નિષ્ફળ તે થાય છે જેઓ ‘સેન્સ ઑફ બર્ડેન’માં રહે છે.  ‘સેન્સ ઑફ રિસ્પોન્સિબિલીટી’ ની ભાવના પણ વ્યક્તિના જીવનમાં ‘સેન્સ ઑફ ઓપોર્ચ્યુનિટી’ ને જન્મ આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here