આજથી સુરતમાં પણ રાત્રીના નવથી સવારના છ સુધી કર્ફયુ લાગુ કરવામાં આવશે. સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી કર્ફયુના અમલવારીની માહીતી આપી હતી. અત્યંત જરૂરિયાત વિના કોઈ પણ બહાર ન નીકળે તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. કેન્દ્ર સરકારની ગાઈડ લાઇન પ્રમાણે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતુ.

કર્ફયુમાંથી જીવન આવશ્યક સેવાને મુક્તિ આપવામાં આવી હતી. પોલીસે લોકોને રાતના નવ વાગ્યા સુધી પોતાના ઘરે પહોંચી જવા અપીલ કરી હતી. સુરતના તમામ નાગરિકોએ જાહેરનામાનો અમલ કરવાનો રહેશે. રાત્રે 9 થી સવારના 6 વાગ્યા દરમિયાન લોકો લગ્નનું આયોજન કરી શકશે નહીં. જો જરૂરી હોય તો પોલીસ મથકમાંથી લગ્નના આયોજન અંગેની મંજૂરી લેવાની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here