રાજધાની દિલ્હીમાં રવિવારે 6746 લોકોના મોત થયા. 6154 લોકો સાજા થયા અને 121 લોકોના મોત થયા. મોતનો આ આંકડો દેશમાં સૌથી વધુ રહ્યો. આ કેસમાં 50 લોકોના મોતની સાથે મહારાષ્ટ્ર બીજા નંબરે રહ્યું હતું. મહારાષ્ટ્રમાં આ આંકડો 15 મે પછી સૌથી ઓછો છે. ત્યારે અહીંયા 49 લોકોના મોત થયા હતા. દિલ્હીમાં આ પહેલા 18 નવેમ્બરે સૌથી વધુ 131 દર્દીઓના મોત થયા હતા.

દેશમાં રવિવારે 44 હજાર 404 કેસ નોંધાયો, 41 હજાર 405 દર્દી સાજા થયા અને 510 લોકોના મોત થયા. દેશમાં અત્યાર સુધી 91.40 લાખ કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી 85.61 લાખ દર્દી સાજા થઈ ચુક્યા છે અને 1.33 લાખ સંક્રમિતોના મોત થઈ ચુક્યા છે. આ આંકડો covid19india.org વેબસાઈમાંથી લેવામાં આવ્યા છે.

કોરોના અપડેટ્સ

  • કેન્દ્ર સરકાર સ્વદેશી વેક્સિન કોવેક્સિનના ઈમરજન્સી યુઝની મંજૂરી આપી શકે છે. હાલ તેના ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે. ન્યૂઝ એજન્સીએ સરકારી સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મંગળવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી શકે છે. જેના પછી પીએમ કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે.
  • મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં કોરોનાના વધતા કેસ અંગે રવિવારે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, કોરોનાની બીજી લહેર સુનામી જેવી હશે. ઉદ્ધવે કહ્યું કે, મને માઈટ કર્ફ્યૂ લાગુ કરવાની સલાહ આપવામાં આવી રહી છે,પણ હું કાયદો લાગુ કરવામાં વિશ્વાસ નથી રાખતો, લોકોએ જાતે જ સતર્કતા રાખવી પડશે.
  • નોર્થ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન, રોહિણી ઝોનના 30 નવેમ્બર સુધી જનતા માર્કેટને સીલ કરી દેવાયું છે. અહીંયા ભારે ભીડ જોવા મળી હતી. લોકોએ સોશિયલ ડિસટન્સીંગના નિયમોનું પાલન નહોતું કર્યું અને ફેસ માસ્ક વગર પણ જોવા મળ્યા હતા.
  • ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યા કોવિડ પોઝિટીવ થયા છે.

પાંચ રાજ્યોની સ્થિતિ
1. દિલ્હી

રાજધાની દિલ્હીમાં રવિવારે 6746 લોકો સંક્રમિત થયા હતા. 6154 લોકો રિકવર થયા અને 121 લોકોના મોત થયા હતા. અત્યાર સુધી 5 લાખ 29 હજાર 863 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાં 40 હજાર 212 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 4 લાખ 81 હજાર 260 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 8391 થઈ ગઈ છે.

2.મધ્યપ્રદેશ
રાજ્યમાં રવિવારે 1798 લોકો સંક્રમિત થયા હતા. 1212 લોકો રિકવર થયા અને 13 લોકોના મોત થયા હતા. અત્યાર સુધી 1 લાખ 93 હજાર 44 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાં 11 હજાર 765 દર્દીઓની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધી 1 લાખ 78 હજાર 117 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 3162 થઈ ગઈ છે.

3. રાજસ્થાન
રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 3260 લોકો સંક્રમિત થયા છે. 2004 લોકો રિકવર થયા અન 17 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 2 લાખ 43 હજાર 936 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાં 23 હજાર 190 દર્દીઓની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધી 2 લાખ 18 હજાર 583 લોકો સાજા થઈ ચુક્યા છે. 2163 દર્દીઓના મોત થયા છે.

4. મહારાષ્ટ્ર
રાજ્યમાં રવિવારે 5753 નવા કેસ નોંધાયા. 4060 લોકો રિકવર થયા અને 50 લોકોના મોત થયા. અત્યાર સુધી 17 લાખ 80 હજાર 208 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે.જેમાં 81 હજાર 512 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 16 લાખ 51 હજાર 64 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા 46 હજાર 623 થઈ ગઈ છે.

5.ઉત્તરપ્રદેશ
રાજ્યમાં રવિવારે 2557 લોકો સંક્રમિત થયા હતા. 2187 લોકો રિકવર થયા અને 35 લોકોના મોત થયા હતા. અત્યાર સુધી 5 લાખ 26 હજાર 780 લોકો સંક્રમિત થયા છે.જેમાં 23 હજાર 806 દર્દીઓની સારવાર ચાલી રહી છે. 4 લાખ 95 હજાર 415 લોકો અત્યાર સુધી સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 7559 થઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here