સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિનની ટ્રાયલ્સ લાસ્ટ ફેઝમાં આવી ગઈ છે. આ વેક્સિનને ડેવલપ કરી રહેલી ભારત બાયોટેકે ફેઝ-III ટ્રાયલ્સની જાહેરાત કરી છે. હરિયાણાના સ્વાસ્થ્યમંત્રી અનિલ વિઝે અંબાલા કેન્ટની સિવિલ હોસ્પિટલમાં વેક્સિનનો ડોઝ લગાડાવ્યો હતો. આ ટ્રાયલ્સ દેશભરમાં 23 સંસ્થાનમાં 25,800 વોલન્ટિયર્સ પર થશે. આ અંતિમ સ્ટેજની ટ્રાયલ્સ છે. લાર્જ-સ્કેલ ટ્રાયલ્સમાં જો વેક્સિન ઈફેક્ટિવ સાબિત થઈ તો આગામી વર્ષની શરૂઆતમાં કંપની તેના રેગ્યુલેટરી અપ્રૂવલ માટે આવેદન કરશે. જાણીએ, ભારત બાયોટેકની કોવેક્સિનની ફેઝ-III ટ્રાયલ્સ અંગે બધું જ….

સૌથી પહેલાં કોવેક્સિન શું છે? એને કોને બનાવી છે?

 • ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)ની સાથે મળીને આ વેક્સિન ડેવલપ કરી છે. NIVએ નોવલ કોરોના વાઇરસના એક સ્ટ્રેનને આઈસોલેટ કર્યું. તેની જ મદદથી હૈદરાબાદની જિનોમ વેલીસ્થિત હાઈ-કન્ટેન્મેન્ટ ફેસિલિટીમાં ભારત બાયટેકે ઈનએક્ટિવેટેડ વેક્સિન તૈયાર કરી.
 • વેક્સિનને ઈન્જેક્શનથી કોઈ વ્યક્તિના શરીરમાં મોકલવામાં આવે છે. આ વાઇરસ જીવંત નથી હોતા. પરિણામે, આ વ્યક્તિને સંક્રમિત નથી કરતા તેમજ તેના શરીરમાં તેનો વિકાસ પણ નથી થતો. શરીરની ઈમ્યુન સિસ્ટમની સામે આ ડેડ વાઇરસ તરીકે આવે છે, જેનાથી વાઇરસ પ્રત્યે એન્ટિબોડી રિસ્પોન્સ ડેવલપ થાય છે.

કોવેક્સિનનાં અત્યારસુધીનાં પરિણામો શું રહ્યાં?

 • કોવેક્સિનની ક્લિનિકલ એટલે કે હ્યુમન ટ્રાયલ્સ 15 જુલાઈની આસપાસ શરૂ થઈ હતી. પહેલા અને બીજા ફેઝમાં હૈદરાબાદ, રોહતક, પટના, કાંચીપુરમ, દિલ્હી, ગોવા, ભુવનેશ્વર અને લખનઉ સહિત 12 શહેરમાં લગભગ 1000 વોલન્ટિયર્સને વેક્સિન લગાડવામાં આવી. કંપનીનો દાવો છે કે વેક્સિનથી વોલન્ટિયર્સના ઈમ્યુન રિસ્પોન્સને મજબૂત કરવામાં આવ્યા.

શું અત્યારસુધીની ટ્રાયલ્સમાં કોઈ ગરબડ સામે આવી છે?

 • નહીં. આમ તો એક મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે એક વોલન્ટિયરને વેક્સિન લગાડવામાં આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. ડેટા એન્ડ સેફ્ટી મોનિટરિંગ બોર્ડ (DSMB)એ ડેટાનું એનાલિસિસ કર્યું અને ડ્રગ રેગ્યુલેટર ઓથોરિટીની સાથે શેર પણ કર્યું, પરંતુ એવું માનવામાં આવ્યું કે જે થયું એનું વેક્સિન સાથે કોઈ લેવા-દેવા નથી. આ કારણે ટ્રાયલ્સ રોકાઈ નહીં તેમજ આ અંગે કોઈ સમાચાર પણ બહાર આવ્યા નહીં.
 • 402 વોલન્ટિયર્સને પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો અને તેમાં 73 વોલન્ટિયર્સમાં સાઈડ ઈફેક્ટ જોવા મળી. 394 વોલન્ટિયર્સને બીજો ડોઝ આપવામાં આવ્યો, જેમાં 18માં સાઈડ ઈફેક્ટ જોવા મળી. મોટા ભાગના કેસ માઈલ્ડ નેચરના હતા અને તાત્કાલિક ઉકેલવામાં આવ્યા, પણ એક કેસ સિરિયસ થઈ ગયો હતો.
 • ભારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર કૃષ્ણા એલ્લાએ શુક્રવારે એક વેબિનારમાં કહ્યું હતું કે કંપની ઈન્ટરનેશનલ ગાઈડલાઈન્સને ફોલો કરી રહી છે. ઈન્ટરનેશનલ પ્રોટોકોલ કહે છે કે હોસ્પિટલની એથિકલ કમિટીને સૂચના આપવામાં આવશે. અમારે DSMBને સૂચના આપવાની હતી. અમે જે બાદ ડ્રગ કંટ્રોલર (DCGI)ને પણ સૂચના આપી. સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી રિવ્યૂ કરે છે અને પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન કરાયું છે. દરેક લોકો ભારતના મેન્યુફેક્ચરર્સ પર શંકા કરે છે. અમારા પર વિશ્વાસ રાખો, અમે ઈન્ટરનેશનલ ગાઈડલાઈન્સને ફોલો કરી રહ્યા છીએ.

વોલન્ટિયર્સ બનવાની શરત શું હોય છે?
જો તમે પણ કોવેક્સિનની ફેઝ-3 ટ્રાયલ્સમાં વોલન્ટિયર બનવા ઈચ્છો છો તો આ શરતોને અનુસરવી જરૂરી રહેશેઃ

1. ઉંમર 1.થી 99 વર્ષની વચ્ચે હોવા જરૂરી.
2. એનરોલમેન્ટથી ત્રણ મહિના પહેલાં સુધી કોઈ જ ગંભીર બીમારી ન રહી હોય.
3. આ પહેલાં કોરોના પોઝિટિવ ન થયા હોવ.
4. એનરોલમેન્ટ પછી મહિલાઓ ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી પ્રેગનેન્સીને અવોઈડ કરે. મહિલા ગર્ભવતી ન બને એ જરૂરી.
5. અન્ય કોઈ ક્લિનિકલ ટ્રાયલમાં એનરોલમેન્ટ ન કરવામાં આવે.
6. ઘરમાં કોવિડ-19 પોઝિટિવ પેશન્ટ ન રહ્યા હોય.
7. HIV, હેપેટાઈટિસ B, કે હેપેટાઈટિસ Cનું ઈન્ફેકશન ન થયું હોય.

ટ્રાયલ્સ દરમિયાન કેટલાં ઈન્જેક્શન લગાવવામાં આવશે?

 • ટ્રાયલમાં સામેલ વોલન્ટિયર્સને 28 દિવસના અંતરે બે ઈન્ટ્રામસ્કયુલર ઈન્જેક્શન લગાડવામાં આવશે. અડધા વોલન્ટિયર્સને કોવેક્સિન લગાડવામાં આવશે, જ્યારે અન્યને પ્લેસેબો. પ્લેસેબો એક પ્રકારનું સલાઈન વોટર હોય છે, જેનાથી માત્ર તે જોવા માટે લગાડવામાં આવે છે કે વેક્સિન કેટલી ઈફેક્ટિવ છે. વોલન્ટિયર્સના રેન્ડમ આધારે કોવેક્સિન કે પ્લેસેબો લગાડવામાં આવશે.
 • ટ્રાયલ ડબલ બ્લાઈન્ડેડ છે, જેનો અર્થ એ છે કે તપાસ કરનારા, વોલન્ટિયર્સ અને કંપનીને પણ ખ્યાલ નહીં હોય કે કોને કોવેક્સિન લગાડવામાં આવી છે અને કોને પ્લેસેબો અપાયા છે.

ઈન્જેક્શન લગાડવામાં આવ્યા બાદ શું થશે?

 • વોલન્ટિયર્સને બંને ઈન્જેક્શન લગાડવામાં આવ્યા બાદ તેના પર ધ્યાન રાખવામાં આવશે. તેમને શહેરની બહાર ન જવાની સહમતી આપવી પડશે, સાથે જ સમયાંતરે તેની તપાસ થશે કે જેથી એ વાત ખ્યાલ આવી શકે કે તેમને ઈન્ફેક્શન થયું છે કે નહીં, સાથે જ આ તપાસની મદદથી સાઈડ ઈફેક્ટ પણ થઈ છે કે નહીં એ તપાસવામાં આવશે.

ભારતમાં ચાલી રહેલી અન્ય ટ્રાયલ્સની સ્થિતિ શી છે?

 • ભારતમાં કોવેક્સિન સહિત હાલના સમયે ચાર વેક્સિનની હ્યુમન ટ્રાયલ્સ ચાલી રહી છે. ઝાયડસ કેડિલાની વેક્સિન પણ હાલ ફેઝ-2માં છે. તો ઓક્સફોર્ડ/એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ વેક્સિનની ટ્રાયલ્સ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) કરી રહી છે, જેના ફેઝ-2 અને ફેઝ-3ની ટ્રાયલ્સ એકસાથે શરૂ થઈ છે. તેનાં પ્રાથમિક પરિણામો ડિસેમ્બરના અંત સુધી આવે તેવી શક્યતા છે.
 • બાયોલોજિકલ Eએ ગત સપ્તાહે કહ્યું હતું કે તેના કોવિડ-19 સબ-યુનિટ વેક્સિનના ફેઝ-1/2 ટ્રાયલ્સ શરૂ કરવામાં આવી છે. બાયોલોજિકલ Eએ અમેરિકી કંપની ડાયનાવેક્સ ટેકનોલોજી કોર્પોરેશન અને હ્યુમનના બેલર કોલેજ ઓફ મેડિસિનના વેક્સિન કેન્ડિડેટ એડજુવેન્ટ CpG 1018 માટે કરાર કર્યા છે. રશિયન વેક્સિન સ્પુતનિકનું ફેઝ-2 અને ફેઝ-3 ટ્રાયલ્સ માટે ડૉ. રેડ્ડીઝ લેબોરેટરી ટૂંક સમયમાં જ આવેદન કરી શકે છે.

શું ભારત બાયોટેકે આ પહેલાં પણ વેક્સિન બનાવી છે?

 • જી હાં. ભારત બાયોટેકનો ટ્રેક રેકોર્ડ ઉમદા છે. કંપનીનો દાવો છે કે તેમની 140 ગ્લોબલ પેટેન્ટ્સ છે. કંપનીના પોર્ટફોલિયોમાં 16 વેક્સિન, 4 બાયો-થેરાપ્યુટિક્સ, 116 દેશમાં રજિસ્ટ્રેશન અને WHO પ્રી-ક્વોલિફિકેશન છે. ભારત બાયોટેકે આ પહેલાં વિશ્વભરમાં 4 અબજથી વધુ વેક્સિન ડિલિવર કરી છે, જેમાં ઈન્ફ્લુએન્ઝા H1N1, રોટાવાયર, જાપાની એન્સેફેલિટીસ, રેબિઝ, ચિકનગુનિયા, ઝીકા અને ટાઈફોઇડ માટે વિશ્વની પહેલી ટિટેનસ-ટોક્સોઈડ કન્જ્યુગેટેડ વેક્સિન સામેલ છે. કંપનીના ગ્લોબલી 3 લાખથી વધુ વોલન્ટિયર્સના સાથે 75 મલ્ટી-સેન્ટર ક્લિનિકલ ટ્રાયલ્સ પૂરી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here