ઘાતક મહામારી કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે બીજી તરફ કોરોના મહામારીના સમયમાં પણ અમદાવાદ શહેરમાં ધમધમતી અમુક હોસ્પિટલોમાં કોરોના દર્દીને દાખલ કરતા પહેલાં તેમની સાથે ઓરમાયુ વર્તન કરવામાં આવી રહ્યું હોવાની ફરીયાદ ઉઠવા પામી છે. કેટલીક હોસ્પિટલોના સંચાલકો તો તેમની હોસ્પિટલોની શાખ ખરાબ ના થાય એ માટે પેશન્ટની ઉંમર પુછયા બાદ જ તેમને સારવાર માટે દાખલ કરી રહી હોવાની લોકમુખે ચર્ચા ચાલે છે.’

હોસ્પિટલોની શાખ ખરાબ ના થાય એ માટે પેશન્ટની ઉંમર પુછયા બાદ જ તેમને સારવાર માટે દાખલ કરી રહી હોવાની લોકમુખે ચર્ચા

હાલના સમયમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન સાથે હોસ્પિટલોમાં કોવિડ બેડની વિગતો કયા કારણથી ઓનલાઈન મુકવામાં આવતી નથી એમ પણ પેશન્ટોના સંબંધીઓ તંત્રને પુછી રહ્યા છે.પરંતુ તંત્ર પાસે મૌન સિવાય કોઈ જવાબ નથી. મળતી માહીતી પ્રમાણે,અમદાવાદ શહેર કોરોના સંક્રમણના વધી રહેલાં કેસોના કારણે ફરી એક વખત મે અને જુન મહિનામાં જે પરિસ્થિતિ જોવા મળી હતી એ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.

મે અને જુન મહિનામાં જે પરિસ્થિતિ જોવા મળી હતી એ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે

આ પરિસ્થિતિમાં પણ દર્દીઓને કોરોનામાંથી સાજા કરવાના બદલે અમુક હોસ્પિટલોના કર્તાહર્તા અંગત સ્વાર્થવૃત્તિ સાથે કોરોના પેશન્ટની ઉંમર જો 60 કે તેથી વધુ હોવાનું જાણવા મળે કે તરત જ સિવીલ હોસ્પિટલ કે અન્ય સરકારી હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવાનો રસ્તો બતાવી દેતા હોવાની ફરીયાદો વ્યાપક બનવા લાગી છે.

પેશન્ટની ઉંમર જો 60 કે તેથી વધુ હોવાનું જાણવા મળે કે તરત જ સિવીલ હોસ્પિટલ કે અન્ય સરકારી હોસ્પિટલમાં દર્દીને દાખલ

સૂત્રોના કહેવા મુજબ,અમુક હોસ્પિટલો દ્વારા આમ કરવા પાછળ કોરોનાથી થતા મોતનો રેશિયો છે.જો મોત વધે તો હોસ્પિટલની ઈમેજને ધકકો પહોંચે આ કારણથી મોટી વયના કોરોના દર્દીઓને હોસ્પિટલોમાં બેડ ખાલી હોવા છતાં દાખલ કરવાનો અગાઉ ઉંમર સાંભળીને જ ઈન્કાર કરી દેવામાં આવતો હોય છે.

કોરોનાથી થતા મોતનો રેશિયો

આ તરફ આરોગ્ય સેતુ એપ્લિકેશન સાથે અમદાવાદ શહેરમાં આવેલી મ્યુનિ.,સરકારી અને ખાનગી એમ ત્રણ પ્રકારની હોસ્પિટલોમાં કોરોના પેશન્ટોની સારવાર માટે કુલ કેટલા બેડ છે.કેટલા ખાલી છે એ પ્રકારની વિગત ઓનલાઈન મુકવા પણ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી લોકોની માંગણી પ્રબળ બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here