ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. સરકાર 4 મેટ્રો શહેરોની ચિંતા કરી રહી છે પણ જિલ્લા સેન્ટરો અને ગામડામાં હાલમાં ચાલી રહેલી ભારે બેદરકારી કોરોના હોટસ્પોટનું સેન્ટર બદલી નાખે તેવી સંભાવના છે. ઠંડીની મૌસમમાં કોરોના વકરી રહ્યો છે ત્યારે ગામડાઓમાં કોરોના પોઝિટીવના કેસો વધી શકે છે. જિલ્લા સેન્ટરો પર તબીબો કોરોના પોઝિટીવ દર્દીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી લાખો રૂપિયાના બિલો વસૂલી રહ્યાં છે. કોરોના પોઝિટીવની લાશો એમ જ ગામડાઓમાં સરકારને ધ્યાન દોર્યા વિના અપાઈ રહી છે. કોરોના સંક્રમણ છતાં કોઈ પણ પ્રકારની સાવચેતી ન રખાતાં આખરે આ સંક્રમણ વધે તેવી પૂરી સંભાવના છે. પોલીસે હવે લૌકિક ક્રિયાઓ અને મેળાવડાઓ પર પણ ધ્યાન આપવાની જરૂર છે. આ જીવલેણ વાયરસનો પગ પેસારો હવે ગામડામાં થયો છે. રાજ્યનાં ઘણા જિલ્લાઓમાં હજુ પ્રજાની બેદરકારી સામે આવી છે. કોરોના પોઝિટીવ દર્દીઓના સંક્રમણમાં આવ્યા પછી રિપોર્ટ પણ નથી કરવાતા સાથે જો કોઈ વ્યક્તિ કોરોના પોઝિટીવ હોય તેવી જાણ હોવા છતાં તબીબો આ અંગે રાખી રહ્યાં છે ચૂપકીદી છે. ગામડાઓમાં બિન્દાસ્ત મેળાવડાઓથી લઇને નો માસ્ક, નો સોશિયલ ડિસ્ટન્સિંગ જેવો માહોલ હોવાથી આ સમયે પોલીસે પણ સ્થાનિક સરપંચોને ભરોસામાં લઈને કડક કાર્યવાહી કરવાની જરૂર છે.
ગુજરાત રાજ્યનાં ઘણા જિલ્લાઓ અને પ્રદેશોમાં હજુ પ્રજાની બેદરકારી સામે આવી
ઉલ્લેખનીય છે કે ગામડામાં પરિસ્થિતિ ગંભીર બનશે તો કાબુ બહાર જાય તેવી ભિતી પણ સર્જાઈ છે. નોંધનીય છે કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત જિલ્લા સ્થળોએ તબીબોએ હાટડીઓ ખોલીને કરી રહ્યા છે ધિકતી કમાણી શું સંક્રમણ વધુ ફેલાશે તો જવાબદારી કોની રહેશે? નોંધનીય છે કે ગામડાઓમાં નો માસ્કનો માહોલ, જિલ્લા સ્થળેની બેદરકારી હવે ગામડાઓને ભારે પડશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ‘ઉલ્લેખનીય છે કે આ ગંભીર બેદરકારીને કારણે ગામડાઓ ઘાતક વાયરસના હોટસ્પોટ બનશે તેવી ગંભીર ભીતી સેવાઈ રહી છે. નોઁધનીય છે કે મહાનગરોમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના ૧૪૯૫ નવા કેસ નોંધાયા છે.
ચાર મહાનગરોમાં પોલીસને કોરોનાની મહત્તમ અસર
શહેર | સારવારમાં | રજા અપાઈ |
અમદાવાદ | 110 | 1098 |
સુરત | 20 | 125 |
વડોદરા | 15 | 301 |
રાજકોટ | 33 | 114 |
- કોરોના પોઝિટીવ હોવા છતાં ગામડાઓમાં યોજાઈ રહ્યાં છે બેસણાં
- લાશના અંતિમ સંસ્કારમાં પણ મોટી સંખ્યામાં ભેગી થાય છે ભીડ
- લોકો કોરોના મૃતકનાં બેસણાંમાં ટ્રકો ભરીને જાય છે અને ચેપને ફેરવે છે.
- ગામડાઓમાં નો માસ્કનો માહોલ, જિલ્લા સ્થળેની બેદરકારી હવે ગામડાઓને ભારે પડશે
- અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ નહીં જિલ્લા સ્થળોએ તબીબોએ ખોલી છે હાટડીઓ
- કોરોનામાં કમાણી કરવા બેઠેલા તબીબો કોરોના પોઝિટીવને સરકારની છુપાવી કરી રહ્યાં છે ઈલાજ
- લાખો રૂપિયાના બિલો ભરવા તૈયારનો ક્યારેય જાહેર થતો નથી રિપોર્ટ

લાખો રૂપિયાના બિલો ભરવા તૈયારનો ક્યારેય જાહેર થતો નથી રિપોર્ટ
- કોરોના પોઝિટીવ હોવાનું જાણતા હોવા છતાં તબીબો આ અંગે રાખી રહ્યાં છે ચૂપકીદી
- જિલ્લા સ્થળે અને ગામડાઓમાં કોરોના વકરવાની પૂરી ભીતિ
- રૂપાણી સરકારે જિલ્લા સ્થળે આરોગ્ય વિભાગવે કડક ચેતવણીઓ આપવાની જરૂર
- ખાનગી તબીબોની હાટડીઓ બંધ નહીં થઈ તો કોરોના વધુ વકરશે
- કોરોના સેન્ટર લેવા માટે પણ હોસ્પિટલો આરોગ્યવિભાગ પર કરી રહી છે પ્રેશર
- ગામડાઓમાં ટેસ્ટ થતા ન હોવાથી સાચો આંક નથી આવતો બહાર
પોલીસે આ મામલે કડક બની સરપંચો સાથે કરવી જોઈએ બેઠકો
- પોલીસે આ મામલે કડક બની સરપંચો સાથે કરવી જોઈએ બેઠકો
- કોરોનાકાળમાં સામાજિક મેળાવડાઓ અને બેસણાં જેવી પ્રથા પર થોડો સમય આપવી જોઈએ તિલાંજલી
- કોરોના વકર્યો છે પણ તબીબો ખિસ્સાં ભરી રહ્યાં હોવાથી સાચા આંક નથી આવી રહ્યા બહાર
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાના ૧૪૦૦થી વધુ કેસ નોંધાવવાનો ક્રમ સતત ત્રીજા દિવસે જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૪૯૫ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંક હવે ૧,૯૭,૪૧૨ થયો છે. ગુજરાતમાં હાલ ૧૩૬૦૦ એક્ટિવ કેસ છે જ્યારે ૯૩ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૩ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા, જે ૫ ઓક્ટોબર બાદ સૌથી ઊંચો દૈનિક મરણાંક છે.
ગુજરાતમાં હાલ ૫,૦૨,૬૮૫ વ્યક્તિ ક્વોરેન્ટાઇન
અત્યારસુધી કુલ ૩૮૫૯ વ્યક્તિ કોરોના સામે જીવ ગુમાવી ચૂક્યા છે.ગુજરાતમાં હાલ ૫,૦૨,૬૮૫ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેછળ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૬૩૭૩૯ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક હવે ૭૨,૩૫,૧૮૪ છે. અત્યારસુધી અમદાવાદ જિલ્લામાંથી સૌથી વધુ ૧૯.૦૪ લાખ લોકોના કોરોના ટેસ્ટ થયેલા છે.