સમગ્ર રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારોથઈ રહ્યો છે ત્યારે હાલમાં ફરી એકવખત અકસ્માતની આવી જ એક ઘટના સામે આવી રહી છે. સૌરાષ્ટ્રના ગોંડલ શહેર જેતપુર રોડ પર સાંઢિયા પુલ પાસે રેલવેનું ફાટક ખુલ્લું રહી જવાને લીધે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે.

સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેનની અડફેટે કાર આવી જતા કાર અડધો કિમી સુધી ઢસડાઈ ગઈ હતી. ઘટનાને કારણે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. પોલીસ ટીમ પણ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે પાસેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

લોકો દ્વારા ફાટકમેનને પકડી પાડવામાં આવ્યો હતો. જેણે કબૂલાત કરી હતી કે, અહીં એની ભૂલ છે. ગોંડલમાં આવેલ ભોજરાજપરા વિસ્તારમાં રહેતા તેમજ જામવાડી GIDCમાં નોકરી કરતા સંજયભાઈ ટીલાળા બપોરના સમયે કાર લઈને પસાર થઈ રહ્યા હતા. આ સમયે સાંઢિયા પુલ પાસે રેલવે ફાટક ખુલ્લું હતું.

ટ્રેક પાર કરતી વખતે પુરપાટ ઝડપે આવતી સોમનાથ જબલપુર ટ્રેને કારને અડફેટે લેતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ઘટનામાં સંજયભાઈનું મોત થયું હતું. ટ્રેન આવી રહી છે એવી જાણ ફાટકમેન હરસુખ સાવલિયાને હોવા છતાં એણે ફાટક બંધ કરી નહીં.

જેને કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. રેલવે પોલીસ તથા સિટી પોલીસના અધિકારીઓએ ઘટનાસ્થળ પર જઈ કાયદેસરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ફાટકમેન હરસુખની વિરુદ્ધ IPC 304 હેઠળ ગુનો નોંધી કાયદેસરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

આ અકસ્માત એટલો ભયંકર હતો કે, ઘટનાસ્થળ પર જ કારચાલકનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાની સાથે જ રેલવે પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. આવા માહોલની વચ્ચે પરિવારજનો દ્વારા એમનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. જો કે, ત્યારપછી સમજાવટ થતા મામલો થાળે પડ્યો હતો.

બે ભાઈઓમાં આ ભાઈ અપરણીત હતા. જેતપુર રોડ રેલવે ટ્રેક પર સાંઢિયાપુલનું કામ છેલ્લા 5 વર્ષથી ગોકળગાયની જેમ ચાલે છે. પુલની નજીક ફાટક કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. ગાડામાર્ગને લીધે લોકોને ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ફાટક તથા વળાંક વચ્ચે માત્ર 30 ફૂટનું અંતર છે.

કોઈ પણ ચાલકને માંડ દેખાય કે, ટ્રેન આવી રહી છે એવો આ વળાંક છે. મને જ્યારે ખ્યાલ આવ્યો કે, કાર ટ્રેક ક્રોસ કરી રહી છે ત્યારે ટ્રેનને બ્રેક મારવામાં આવી હતી. ટ્રેન એની નિર્ધારિત સ્પીડમાં હતી. કાર અડધો કિમી સુધી ઢસડાઈ ગઈ. આ અકસ્માતને લીધે ટ્રેન 1 કલાક મોડી થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here