અમદાવાદમાં અત્યારસુધીમાં 1968 દર્દીઓના કોરોનાથી મોત થયા છે.
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થઇ ગઇ છે. રાજ્યમાં અત્યારસુધીમાં સૌથી વધુ મૃત્યુ અમદાવાદ શહેરમાં થયા છે. જે ચિંતાજનક છે. અમદાવાદમાં અત્યારસુધીમાં 1968 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. દેશના પાંચ શહેરોના મૃત્યુદર જોઇએ સૌથી વધુ 4.1 ટકા મૃત્યુદર અમદાવાદ શહેરમાં છે. ત્યારબાદ બીજા ક્રમે મુંબઇ આવે છે. મુંબઇમાં 3.9 જ્યારે ત્રીજા ક્રમે કોલકતા છે. જેનો મૃત્યુદર 2.5 ટકા છે. જ્યારે દેશના કુલ મૃત્યુઆંકમાં ગુજરાત ચોથા સ્થાને છે. દેશમાં કોરોનાના દર્દીનો સરેરાશ મૃત્યુદર 2.4 ટકા છે, જ્યારે ગુજરાતમાં મૃત્યુદર 4.2 ટકા છે. જ્યારે ગુજરાત બાદ મહારાષ્ટ્ર 3.6%ના મૃત્યુદર સાથે બીજા ક્રમે છે.

અમદાવાદમાં સૌથી ઉંચો મૃત્યુદર
અમદાવાદ શહેર-જિલ્લામાં કુલ 47309 કેસ છે જેની સામે 1968 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે મુંબઇમાં 2 લાખ 75 હજાર 714 કેસ છે જેની સામે 10675 મોત થયા છે. જ્યારે કોલકાતામાં 99909 કેસની સામે 2505 દર્દીના મૃત્યુ થયા છે. બીજી તરફ બેંગાલુરુમાં 3 લાખથી વધુ કેસ છે અને 4068 મોત છે તો ચેન્નાઇમાં 2 લાખથી વધુ કેસ અને 3813 મોત છે. એટલે કે આ છ શહેરોમાં અમદાવાદ કરતા વધુ મોત છે પરંતુ નોંધાયેલા કેસની સરખામણીએ અમદાવાદમાં મૃત્યુદર 4.1 ટકા થાય છે. જ્યારે અન્ય શહેરોમાં કેસનો આંકડો વધારે છે પરંતુ તેની સરખામણીએ મોત ઓછા છે.
કયા શહેરમાં કેટલા ટકા મૃત્યુદર
શહેર | કેસ | મોત | મૃત્યુદર |
અમદાવાદ | 47309 | 1968 | 4.1 |
મુંબઇ | 275714 | 10675 | 3.9 |
કલકતા | 99909 | 2505 | 2.5 |
ચેન્નાઇ | 212014 | 3813 | 1.8 |
દિલ્હી | 529863 | 8391 | 1.6 |
બેંગ્લોર | 363665 | 4068 | 1.1 |
જુલાઈમાં મૃત્યુદરમાં ગુજરાત આગળ હતું
જુલાઈમાં મહારાષ્ટ્રમાં 3,57,117 કેસ અને 13,132 દર્દીના મૃત્યુ હતા. જ્યારે ગુજરાતમાં 24 જુલાઈ સુધીમાં 53,631 કેસ અને 2283 દર્દીના મોત થયા હતા. આમ દેશમાં મૃત્યુઆંકની સરખામણીએ ગુજરાત ચોથા ક્રમે હતો, પરંતુ રાજ્યનો મૃત્યુદર અન્ય રાજ્યોની સરખામણીએ વધારે હતો. ગુજરાતનો મૃત્યુદર 4.2 ટકા હતો.