પૃથ્વી અને સૌરમંડળમાં કેટલીક એવી ખગોળીય ઘટનાઓ થાય છે કે સાંભળીને થોડી વાર માટે તો વિશ્વાસ નથી આવતો. ત્યારે હાલમાં જ એક મિની મૂન શોધવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકોએ આ સપ્ટેમ્બરમાં મૂન શોધ્યો હતો અને 1 ડિસેમ્બરે ઘરતીની સૌથી નજીક આ મૂન દેખાશે.

  • આકાશમાં ઘટી ખગોળીય ઘટના 
  • વૈજ્ઞાનિકોએ શોધ્યો મિની મૂન 
  • 1 ડિસેમ્બરે દેખાશે પૃથ્વીની નજીક

6 મિટરની આ અંતરિક્ષીય વસ્તુને પહેલી વાર 17 સપ્ટેમ્બરે જોવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોએ મિની મૂનને Panoramic Survey Telescope and Rapid Response System-1થી જોયો હતો. ત્યારે મિની મૂન પાઇસેસ અને સેટસ નક્ષત્રો વચ્ચે હતો.  

હિલ સ્ફેયર એટલે કે ધરતીથી 30 લાખ કિલોમીટરની વચ્ચે આ મિની મૂનને જોવામાં આવ્યો હતો. આ જ એરિયામાં ધરતીનું ગુરુત્વાકર્ષણ બળ ઓછુ થવા લાગે છે. જેથી બીજા ગ્રહની તાકાતથી કોઇ વસ્તુ તે તરફ ન જતી રહે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે 1 ડિસેમ્બરે મિની મૂન ધરતીની સૌથી નજીક હશે. ધરતીથી માત્ર 43000 કિલોમીટર દૂર હશે જેથી તમે તેને જોઇ શકશો. 

શું છે આ મિની મૂન 
જે વસ્તુને આપણે મિની મૂન સમજી રહ્યાં હતા તે આપણા જ સેટેલાઇટ લાગી રહ્યું છે. આ કોઇ મજબૂત પથ્થર નહી પરંતુ એલ્યુમિનીયમના ખાલી સિલિન્ડર જેવો આકાર ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here