શું તમે 1 ડિસેમ્બર બાદ ક્યાંય જવાનો પ્લાન બનાવ્યો છે? શું તમે પણ તમારી ટ્રેન ટિકિટ રિઝર્વેશન કરાવી છે? જો આવુ હોય તો તેની પહેલા એક જરૂરી વાત જાણી લો. જણાવી દઇએ કે આજકાલ Whatsapp પર એક મેસેજ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં લખેલુ છે કે 1 ડિસેમ્બરથી રેલવે કોવિડ-19 સ્પેશિયલ ટ્રેનો સહિત તમામ ટ્રેનોનું સંચાલન બંધ કરવા જઇ રહી છે. જો તમારી પાસે પણ આવો કોઇ મેસેજ આવ્યો હોય તો તેના પર ધ્યાન ન આપો કારણ કે આ મેસેજ સંપૂર્ણ રીતે ફેક છે.

જાણો શુ છે આ વાયરલ મેસેજની હકીકત

જણાવી દઇએ કે આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કોવિચ 19 સ્પેશિયલ ટ્રેનો સહિત તમામ ટ્રેનોનું 1 ડિસેમ્બર બાદ સંચાલન બંધ કરી દેશે. પરંતુ રેલવે મંત્રાલયે આ અંગે જાણકારી આપી છે. રેલવેએ કહ્યું કે હાલ સરકારનો આવો કોઇ પ્લાન નથી. આ ખબર સંપૂર્ણ રીતે ફેક છે.

કોરોના કાળમાં ઝડપથી વાયરલ થઇ રહી છે આ ફેક ન્યૂઝ

કોરોના કાળમાં દેશભરમાં જે પ્રકારની સ્થિતિ છે તેવામાં અનેક ફેક ખબરો વાયરલ થતી રહી છે. ભારત સરકારના પ્રેસ કન્ફર્મેશન બ્યૂરોએ વાયરલ ખબરનું ખંડન કરતાં કહ્યુ હતું કે સરકારે આવો કોઇ નિર્ણય નથી લીધો. સરકારે પણ કોરોના કાળમાં આ પ્રકારની ફેક ન્યૂઝ ફેલાતી રોકવા માટે અનેક પ્રયાસ કર્યા છે.

જો તમને આવો મેસેજ મળે તો કરાવી શકો છો ફેક્ટ ચેક

જો તમને પણ આવો કોઇ મેસેજ મળે તો તેને પીઆઇબી પાસે ફેક્ટ ચેક માટે https://factcheck.pib.gov.in/ અથવા વૉટ્સએપ નંબર +918799711259 પર અથવા ઇમેલ pibfactcheck@gmail.com પર મોકલી શકો છો. આ જાણકારી પીઆઇબીની વેબસાઇટ https://pib.gov.in પર પણ ઉપલબ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here