રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. બીજી તરફ જોઈએ તો અમદાવાદ શહેરમાં આ વાયરસનો કાળમુખો પંજો યથાવત છે. લોકોમાં ડરનો માહલો પણ ફેલાયો છે. દિવસેને દિવસે આ વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યાથી હોસ્પિટલ ઉભરાઈ રહી છે. ત્યારે આ ગંભીર સંકટ સમયે ગુજરાત માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યના અમદાવાદ શહેરની સોલા સિવિલ ખાતે વેક્સિન મુકાશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

ગુજરાત માટે સારા સમાચાર

  • ગુજરાત માટે સારા સમાચાર
  • આગામી એક-બે દિવસમાં અમદાવાદમાં આવશે કોરોનાની વેક્સિન
  • અમદાવાદ સોલા સિવિલ ખાતે લવાશે કો-વેક્સિન
  • પ્રાથમિક ધોરણે ૧ હજાર લોકોને ટ્રાયલ માટે કો-વેક્સિન

મુખ્યમંત્રી નિવાસ સ્થાને આજે બપોરે બેઠક પણ યોજાવાની

જેમાં આ વેક્સિન એક-બે દિવસમાં સોલા સિવિલ ખાતે ટ્રાયલ માટે આવશે. નોંધનીય છે કે આ કો-વેક્સિન સોલા સિવિલ ખાતે લાવવામાં આવશે. જેમાં પ્રાથમિક તબક્કે 1 હજાર લોકો પર ટ્રાયલ માટે આ વેક્સિન મુકાશે..જે માટે  હોસ્પિટલ તંત્રએ ટ્રાયલ માટે વોલન્ટિયર્સ આઇડેન્ટિફાય કર્યા છે…આ અંગે મુખ્યમંત્રી નિવાસ સ્થાને આજે બપોરે બેઠક પણ યોજાવાની છે.

અમદાવાદમાં કોરોના એપ્રિલ-મે કરતાં પણ વધુ ભયનજક રીતે માથુ ઉંચકયુ

અમદાવાદમાં કોરોના એપ્રિલ-મે કરતાં પણ વધુ ભયનજક રીતે માથુ ઉંચકયુ છે. રોજેરોજ કેસોની સંખ્યા અને મૃત્યુઆંકમાં મોટો વધારો થતો જાય છે. હોસ્પિટલોમાં બેડ ખાલી હોવાના દાવાઓ વચ્ચે દર્દીઓને ગાંધીનગર, કરમસદ, ખેડા મોકલવામાં આવી રહ્યાં છે. સાચી પરિસ્થિતિનું ચિત્ર પારદર્શક રીતે લોકો સમક્ષ મુકવામાં આવતું નથી. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં સરકારી યાદી મુજબ 319 લોકો કોરોનાગ્રસ્ત થયા છે.

સારવાર લઇ રહેલાં દર્દીઓમાંથી 13ના કરૂણ મૃત્યુ નિપજ્યા

જ્યારે બીજી તરફ સારવાર લઇ રહેલાં દર્દીઓમાંથી 13ના કરૂણ મૃત્યુ નિપજ્યા છે. તેમજ સાજા થયેલાં 331 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમના બે ઝોન હોટ સ્પોટ બનવા માંડયા છે. લોકો પોતાના પરિવારજનોને બહાર કામે મોકલતા ડરી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here