કરનાલના કુંજપુરા ક્ષેત્રમાં સોમવારે રાતે 9.15 વાગ્યે એક જબરદસ્ત ઘટના બની હતી. ગામ નલ્લીપારના રહેનાર એક નિર્દયી પિતાએ ઘરેલું કંકાશ પછી પોતાનાં જ ત્રણ માસૂમ બાળકોને કલવેહરી અને સુબરી ગામની પાસે આવર્ધન નહેરમાં ફેંકી દીધાં.

બાળકો જોર-જોરથી રડતાં રહ્યાં, જોકે આરોપીને દયા ન આવી. ત્યાં હાજર લોકોએ પણ રોકવાની કોશિશ કરી. જોકે તે ન માન્યો અને બાળકોને ફેંકીને ફરાર થઈ ગયો. બાદમાં ઘરે આવીને જણાવ્યું કે બાળકોને નહેરમાં ફેંકીને આવ્યો છું. આ અંગે માહિતી મળ્યા પછી પોલીસે બાળકોની શોધખોળ હાથધરી. અંધારું થયા પછી મંગળવારે સવારે સર્ચ-ઓપરેશન શરૂ કરવામાં આવશે.

રડવાનો અવાજ સાંભળ્યા પછી લોકો ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યાં સુધીમાં ફેંકીને ભાગી ગયો
નિલ્લાપારનો રહેવાસી સુશીલ શેરડીની લારી કાઢે છે. તેને નશો કરવાની ટેવ છે. એને કારણે ઘરમાં થોડા-થોડા દિવસોએ ઝઘડો થતો રહે છે. સોમવારે સાંજે પણ આ વાતને લઈને તેનો પત્ની સાથે ઝઘડો થઈ ગયો. આ કારણે ગુસ્સે ભરાયેલા સુશીલે 8 વર્ષની પુત્રી મીના, 5 વર્ષના પુત્ર દેવ અને 3 વર્ષના પુત્ર જાનીને જબરદસ્તીથી બાઈક પર બેસાડ્યાં. સુશીલનો ગુસ્સો અને બાળકોને રોતાં જોઈને પાડોશી તેની પાછળ ભાગ્યા. ત્યાં સુધીમાં તે નહેર ક્રોસ કરી ચૂક્યો હતો.

નહેર પર ઊભા કેટલાક લોકોએ બાળકોનો રડવાનો અવાજ સાંભળ્યો. લોકોએ દૂરથી આરોપીને અટકી જવા જણાવ્યું, જોકે તે ન માન્યો. થોડે દૂર ગયા પછી તેણે ત્રણે બાળકોને નહેરમાં ફેંકી દીધાં. જ્યારે લોકો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે સુશીલ ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો.

આરોપી સુશીલ થોડા સમય પછી ઘરે પહોંચ્યો અને ઘરના સભ્યોને કહ્યું કે બાળકોને નહેરમાં ફેંકી આવ્યો છું. પછીથી તે ફરાર થઈ ગયો. કન્ટ્રોલ રૂમમાં ફોન કરવાની સાથે જ સુશીલની પત્ની પોતે જ પોલીસ સ્ટેશને પહોંચી ગઈ. ગામના લોકો અને પરિવારના સભ્યો બાળકોની શોધમાં નહેર પર પહોંચી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here