દેશમાં કોરોના વાયરસના કેસમાં ફરી એક વખત તેજી જોવા મળી રહી છે. આ વચ્ચે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે મુખ્ય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યોને મુખ્યમંત્રીઓની સાથે વીડિયો કોન્ફ્રેસિંગ થકી સીધા સંવાદ કરી રહ્યા છે. જેમાં કેટલાક રાજ્યોમાં વધતા કોરોનાના કેસ પર વાત થઈ રહી છે. તે સિવાય બધા રાજ્યોની સાથે કોરોના વેક્સીનના વિતરણની નીતિ પર પણ વાત થશે. છેલ્લા કેટલાક દિવસોમાં વેક્સીનને લઈને દુનિયાભરમાંથી પોઝિટિવ સમાચાર સામે આવ્યા છે. એવામાં દેશમાં આ વાત પર મંથન શરૂ થયું છે.
વેક્સિનમાં પ્રથમ પ્રાથમિકતા ભારત- સીરમ ઈન્સટીટ્યુટ
દુનિયાની સૌથી મોટી વેક્સિન મેન્યુફેક્ચરમાંથી એક સીરમ ઈન્સ્ટી્ટયુટનું જણાવવાનું છે કે, વેક્સિન બન્યા બાદ સૌથી પહેલા ભારતને આપૂર્તિને પૂર્ણ કરવામાં આવશે. સીરમ ઈન્સ્ટીટ્યુટના આદર પૂનાવાલાએ જણાવ્યું કે ભારત પછી અન્ય દેશોમાં તેની જરૂરિયાત પૂર્ણ કરવામાં આવશે. સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓક્સફોર્ડ યુનિવર્સીટી સાથે મળીને AstraZeneca કામ કરી રહ્યા છે. અને ભારત તેમાં પાર્ટનર છે.
પીએમ મોદી અને મુખ્યમંત્રીઓની બેઠક શરૂ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ વચ્ચે કોરોના સંકટ પર બેઠક શરૂ થઇ ગઇ છે. આ બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત છે. સૌપ્રથમ અમિત શાહ પોતાની વાત રજૂ કરશે, જે બાદ તમામ રાજ્યોના મુખ્યમંત્રી વાત કરશે. અંતમાં વડાપ્રધાન મોદી સંબોધન કરશે.
પીએમ મોદીએ મુખ્ય પ્રધાનો સાથે સતત બે બેઠક
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે, જે રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે. આ બેઠક સવારે 10.30 વાગ્યે શરૂ થશે, જેમાં કેરળ, પશ્ચિમ બંગાળ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને છત્તીસગઢના મુખ્ય પ્રધાનો શામેલ હશે. તહેવારની મોસમ બાદ આ રાજ્યોમાં ઘાતક વાયરસથી સંક્રમિતોના કેસો અને મોતની સંખ્યામાં ભારે ઉછાળ જોવા મળ્યા છે

વેક્સિન વિતરણને લઈને પીએમની મહત્વની બેઠક
આજે યોજાનારી બીજી બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ મહત્વની બેઠકમાં, કોરોના રસીના વિતરણ અંગે બહોળા પ્રમાણમાં ચર્ચા કરવામાં આવશે. દેશમાં લગભગ પાંચ રસીના ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યા છે અને અત્યાર સુધી સકારાત્મક અહેવાલો આવી રહ્યા છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા રસી વિતરણ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ મહત્વની બેઠક બપોરે 12 વાગ્યે શરૂ થશે.
કોરોના વેક્સીનની આડઅસર માટે તૈયાર રહેવા કેન્દ્રએ રાજ્યોને કર્યા એલર્ટ
દેશમાં કોરોના વાયરસની પહેલી વેક્સીનની હજુ રાહ જોવાઇ રહી છે. વેક્સીનની ઘોષણા બાદ તેની માગ વધશે. સરકારનો અંદાજ છે કે વેક્સિનના કેટલીક ગંભીર આડ અસર થઇ શકે છે, તેવામાં રાજ્યોએ તેના માટે જિલ્લા સ્તરે તૈયાર રહેવા કહેવામાં આવ્યુ છે. ગત અઠવાડિયે રાજ્યને મોકલવામાં આવેલા પત્રમાં રાજ્યોને અગ્રિમ રૂપે તૈયાર કરવા માટે લગભગ ડઝન જેટલી ફરજિયાત આવશ્યકતાઓ સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કોવિડ-19 વેક્સીનની સાઇટ ઇફેક્ટના ઉકેલ માટે મેડિકલ સર્વિલાંસ માટે તૈયાર રહેવા કહ્યુ છે.
રાજ્યો અને જિલ્લામાં કોવિડ-19 રસીકરણ કરવાની તૈયારી
પત્ર 18 નવેમ્બરે કેન્દ્ર દ્વારા લખવામાં આવ્યો હતો. તે કોવિડ-19 રસીકરણ માટે પાયાના માળખાને તૈયાર કરવા માટે હતો. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે રસીકરણની પ્રક્રિયા જલ્દી શરૂ થઇ જશે, તેથી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ વેક્સીનની દુષ્પ્રભાવોના રિપોર્ટિંગ માટે તંત્રને મજબૂત કરવા કહ્યુ છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિક સચિવ ડો. મનોહર અગનાનીએ તમામ રાજ્યો અને સંઘોને મોકલેલા પત્રમાં કહ્યું, તમે તે વાત જાણતા જ હશો કે રાજ્યો અને જિલ્લાઓમાં કોવિડ-19 રસીકરણ કરવાની તૈયારી ચાલી રહી છે.
સમયે અને પૂરી થાય AEFI રિપોર્ટિંગ
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, રસીકરણની સુરક્ષામાં વિશ્વાસ જાળવી રાખવા માટે કોવિડ-19 રસીકરણ બાદ તેની અસર પર પગલા લેવાની જરૂરિયાત છે. મંત્રાલયે તે ઉપાયોને જાણકારી આપતા કહ્યું કે એડવર્સ ઇવેંટ્સ ફૉલોવિંગ ઇમ્યુનાઇઝેશન AEFI સર્વિલાંસ સિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી છે જેથી કોવિડ-19 રસીકરણ માટે સમયે અને પૂરી AEFI રિપોર્ટિંગ શક્ય બને. કેન્દ્રએ રાજ્યોને કહ્યું કે તે દેશભરમાં 300 મેડિકલ કોલેજો અને અન્ય ટર્શિએરી કેર હોસ્પિટલ્સને પ્રતૂકૂળ મામલા અથવા લોકોના રસીકરણ બાદ થતી આડઅસરના ઉકેલ માટે સામેલ કરે. આ ઉપરાંત, રાજ્યોએ ન્યૂરોલોજિસ્ટ, કાર્ડિયોલોજિસ્ટ, શ્વસન ચિકિત્સા વિશેષજ્ઞ, પ્રસૂતિ, સ્ત્રી રોગ વિશેષજ્ઞ અને બાળ રોગ વિશેષજ્ઞને રસીકરણ બાદની આડઅસરોના ઉકેલ માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યુ છે.