દેશમાં કોરોના વાયરસની(COVID-19) પહેલી વેક્સીનની હજુ રાહ જોવાઇ રહી છે. વેક્સીનની ઘોષણા બાદ તેની માગ વધશે. સરકારનો અંદાજ છે કે વેક્સિનના કેટલીક ગંભીર આડ અસર થઇ શકે છે, તેવામાં રાજ્યોએ તેના માટે જિલ્લા સ્તરે તૈયાર રહેવા કહેવામાં આવ્યુ છે.ગત અઠવાડિયે રાજ્યને મોકલવામાં આવેલા પત્રમાં રાજ્યોને અગ્રિમ રૂપે તૈયાર કરવા માટે લગભગ ડઝન જેટલી ફરજિયાત આવશ્યકતાઓ સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને COVID-19 વેક્સીનની સાઇટ ઇફેક્ટના ઉકેલ માટે મેડિકલ સર્વિલાંસ માટે તૈયાર રહેવા કહ્યુ છે.

રાજ્યો અને જિલ્લામાં COVID-19 રસીકરણ કરવાની તૈયારી

covid

પત્ર 18 નવેમ્બરે કેન્દ્ર દ્વારા લખવામાં આવ્યો હતો. તે કોવિડ-19 રસીકરણ માટે પાયાના માળખાને તૈયાર કરવા માટે હતો. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે રસીકરણની પ્રક્રિયા જલ્દી શરૂ થઇ જશે, તેથી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ વેક્સીનની દુષ્પ્રભાવોના રિપોર્ટિંગ માટે તંત્રને મજબૂત કરવા કહ્યુ છે.

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિક સચિવ ડો. મનોહર અગનાનીએ તમામ રાજ્યો અને સંઘોને મોકલેલા પત્રમાં કહ્યું, તમે તે વાત જાણતા જ હશો કે રાજ્યો અને જિલ્લાઓમાં કોવિડ-19 રસીકરણ કરવાની તૈયારી ચાલી રહી છે.

સમયે અને પૂરી થાય AEFI રિપોર્ટિંગ

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, રસીકરણની સુરક્ષામાં વિશ્વાસ જાળવી રાખવા માટે કોવિડ-19 રસીકરણ બાદ તેની અસર પર પગલા લેવાની જરૂરિયાત છે. મંત્રાલયે તે ઉપાયોને જાણકારી આપતા કહ્યું કે એડવર્સ ઇવેંટ્સ ફૉલોવિંગ ઇમ્યુનાઇઝેશન AEFI સર્વિલાંસ સિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી છે જેથી કોવિડ-19 રસીકરણ માટે સમયે અને પૂરી AEFI રિપોર્ટિંગ શક્ય બને.

કેન્દ્રએ રાજ્યોને કહ્યું કે તે દેશભરમાં 300 મેડિકલ કોલેજો અને અન્ય ટર્શિએરી કેર હોસ્પિટલ્સને પ્રતૂકૂળ મામલા અથવા લોકોના રસીકરણ બાદ થતી આડઅસરના ઉકેલ માટે સામેલ કરે. આ ઉપરાંત, રાજ્યોએ ન્યૂરોલોજિસ્ટ, કાર્ડિયોલોજિસ્ટ, શ્વસન ચિકિત્સા વિશેષજ્ઞ, પ્રસૂતિ, સ્ત્રી રોગ વિશેષજ્ઞ અને બાળ રોગ વિશેષજ્ઞને રસીકરણ બાદની આડઅસરોના ઉકેલ માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here